મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી: માતાને શ્રધ્ધાંજલિ અર્પવા ડો.જૈમન ઉપાધ્યાયના દવાખાને આવતીકાલ સાંજ સુધી દર્દીઓની ફ્રી સારવાર
શ્રી ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. ઉમીયાશંકર (દકાબાપા)ના ધર્મપત્ની શાંતાબેન (ઉ.વર્ષ-૧૦૨)તે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ લેબર ઓફીસર વિનુભાઈ, કેમીસ્ટ સુનિલભાઈના માતુશ્રી તા પ્રો.ડો.કુ.ભાનુબેન શિક્ષીકા સાવિત્રીબેન અને શિક્ષીકા રંજનબેનના બહેન સ્વ.મુકુંદરાય માનશંકર ત્રિવેદીના મોટાબહેન, ડો.યોગેશ ત્રિવેદી, વિનય ત્રિવેદી અને સ્વ.ભાવેશ ત્રિવેદીના ફૈબાનું તા.૨૭ને શનિવારના રોજ અવસાન યેલ છે.
સ્વ.દકાબાપા (ઉમીયા શંકરભાઈ) અનેક દરિદ્ર નારાયણ દર્દીઓની સેવા કરતા તેમજ જ્ઞાતિજનોની પણ નિ:ર્સ્વા ભાવે સેવા કરતા હતા. આજે પણ લોકો તેઓને યાદ કરે છે. સ્વ.ઉમીયાશંકર (દકાબાપા)ના સેવા યજ્ઞમાં તેમના ધર્મપત્ની શાંતાબેનનો પણ હમેશા ફાળો આપતા હતા. પોતે પણ ખૂબજ માયાળુ અને દયાળુ સ્વભાવ ધરાવતા હતા. જેી ખુબજ લોકચાહના ધરાવતા હતા. આજે સવારે ૧૧:૦૦ કલાકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના નિવાસ સનેી નિકળેલી સદ્ગત શાંતાબેનની સ્મશાનયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિન ભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પોલીસ કમિશનર ગેહલોત, ડી.સી.પી.ભટ્ટ, મ્યુનીસીપલ કમિશનર બંછા નિધિ પાની, ડે.કમિશનર અરુણ મહેશ બાબુ તા સી.કે. નંદાણી, પૂર્વ મેયર જનકભાઈ કોટક,શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, વિરોધપક્ષના પૂર્વ નેતા નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ,મંત્રી વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, બીનાબેન આચાર્ય, અજયભાઈ પરમાર, દલસુખભાઈ જાગાણી, અશ્વિનભાઈ ભોરણીયા, જાગૃતિબેન ઘાડિયા, વિજયાબેન વાછાણી, અંજનાબેન મોરજડિયા, વર્ષાબેન રાણપરા, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, નાગરિકબેંકના ચેરમેન નલીનભાઈ વસા, ભાજપ અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, અનિલભાઈ પારેખ, મયુરભાઈ શાહ, મુકેશભાઈ મેહતા, કિરણબેન માકડિયા, હરેશભાઈ જોશી , જયંતભાઈ ઠાકર, તમામ વોર્ડના ભાજપના સંગઠનના હોદેદારો બ્રમ્હ સમાજના હોદેદારો, જાણીતા ડોકટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ, પૂજિત ‚પાણી ટ્રસ્ટના અગ્રણીઓ, શહેરની જુદી જુદી સામાજિક સંસઓના હોદેદારો, પ્રેસના પ્રતિનિધિઓ તેમજ સગાસ્નેહીઓ બહોળી સંખ્યામાં જોડાયેલ હતા. સ્વ.શાંતાબેન ઉપાધ્યાયને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
સદગતને શ્રધાંજલિ રૂપે ડો. જૈમન ઉપાધ્યાયની હોસ્પિટલ (દવાખાનું) આજે સાંજે ૫ વાગ્યાી આવતીકાલ રવિવારના રોજ ખુલ્લુ રહેશે અને આવનાર તમામ દર્દીઓની વિનામુલ્યે સારવાર કરવામ આવશે અને કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નહિ આવે તેમ મેયરે જણાવ્યું છે. સદ્ગતના પરિવાર તા પિયરપક્ષ (બન્ને પક્ષ)ની ર્પ્રાનાસભા તા.૨૯ને સોમવારે સાંજના ૫ ી ૬:૩૦ કલાક દરમિયાન નૂતનનગર કોમ્યુનિટી હોલ, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.