જળમાં ભાવના કેવળી ભગવંતોનો જીવ પણ હોય શકે તે યાદ રાખી અને તેની દયા પાળવી જોઈએ
યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૨ માચેના રોજ દર વર્ષે વિશ્વ જળ દિન ઊજવવાનું જાહેર કર્યું,ત્યારથી ભારત આ દિવસને જળ દિન તરીકે ઉજવે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે જળ બાબત સિમા ચિન્હરૂપ ચૂકાદો આપીને કહેલ કે ગંગા – યમુના નદીઓને “જીવીત વ્યક્તિનો દરજ્જો આપવામાં આવે છે.
રાજકોટ બાર એસોસિએશનના પૂવે પ્રમુખ અનિલભાઈ દેસાઈ તથા જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્સ્ય કમલેશભાઈ શાહે જણાવ્યું કે નામદાર કોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે સદરહુ નદી “લિવીંગ એન્ટીટી છે પરંતુ સુપ્રીમ ઓફ સુપ્રીમ એવા પ્રભુ મહાવીરે તો ૨૬૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે જળમાં જીવ છે એમ નહીં પરંતુ જળ પોતે જ જીવ છે માટે અપકાય – પાણી ના જીવોની દયા પાળવી જોઈએ.ગોંડલ સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેેઠ,ઈશ્વરભાઈ દોશીએ સંયુક્તપણે જણાવ્યું કે અનંતા તીથઁકર પરમાત્માએ દરેક બાબતોને પોતાના કેવળજ્ઞાનના માધ્યમથી સુંદર રીતે સમજાવેલ છે જેને દરેકે અનુસરવુ જોઇએ.
જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તીથઁકર પરમાત્માના સદ્દબોધનું પાલન કરીએ તો જીવદયા સાથે રાષ્ટ્રહીત પણ સમાઈ જાય છે.જૈનાગમ શ્રી જ્ઞાતા ધમે કથા સૂત્રનો આધાર આપીને કહ્યું કે ” ઉદક -પાણી “નામના બારમા અધ્યયનમાં આગમકાર ભગવંતોએ પાણીની શુધ્ધિકરણની સુંદર પ્રક્રિયા દ્રષ્ટાંત દ્રારા સમજાવેલ છે.જેનાથી તે સમયના રાજા – મહારાજાઓ પણ બાર વ્રતનો સ્વીકાર કરતા અને પાણીનો બચાવ કરી પ્રજાને રાહ ચિંધતા.
વુમેન્સ કલબના અગ્રણી પ્રફુલ્લાબેન મહેતા અને જૈન મહિલા અગ્રણી વીણાબેન શેઠે જણાવ્યું કે પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો રહેલા છે,જો આપણે પાણીની રક્ષા નહીં કરીયે તો આંખોમાંથી પાણી ટપક્યા સિવાય કશું જ બચશે નહીં,માટે જ કહેવાય છે જલ હૈ તો કલ હૈ,વધુમાં બંને મહિલા અગ્રણીઓ જણાવ્યું કે ખાસ કરીને બહેનોને પાણી સાથે જ પનારો હોય છે જો બહેનો કાળજી અને સાવચેતી રાખે તો જળ પણ ઓછું વપરાય અને જીવદયાનું પાલન પણ થાય.જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના પૂવે પ્રમુખ હરેશભાઈ વોરા,જીવદયા પ્રેમી નટુભાઈ શેઠ તથા મનહર પ્લોટ સંઘના પ્રમુખ અને લાયન્સ કલબના અગ્રણી ડોલરભાઈ કોઠારીએ સંયુક્તપણે જણાવ્યું કે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ વગેરે આપણને મળેલી અણમોલ ભેટ છે, જળ એ જ જીવન છે તેને વેડફવુ ન જોઈએ. જૈનમ ગ્રુપના જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, નિલેશભાઈ શાહ તથા જૈન વિઝનના મિલનભાઈ કોઠારી, ધીરેનભાઈ ભરવાડા, ગીરિશભાઈ મહેતા વગેરે યુવા અગ્રણીઓએ સંયુક્તપણે કહ્યું કે જૈનો તો છકાયના રક્ષક હોય છે,પાણીને ઘી ની જેમ વાપરવુ જોઇએ,મહાવીરે તો ઠેર – ઠેર જીવદયાની જ વાત કરી છે. ચેમ્બરના પૂવે મંત્રી ઉપેનભાઈ મોદી તથા પૂવે પોલીસ અધિકારી સી.પી.દલાલ બન્ને અગ્રણીઓએ જણાવ્યું કે જળનું જૈવિક, ભૌગોલિક, પયોવરણ એમ દરેક ક્ષેત્રે મહત્વ રહેલું છે.
તપગચ્છ જૈન મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈ,જાગનાથ સંઘના દિનેશભાઈ પારેખ તથા આણંદજી – કલ્યાણજી પેઢીના અગ્રણી પંકજભાઈ કોઠારીએ જણાવ્યું કે જાહેર કાયેક્રમોમાં કાયેકતોઓએ પણ જળ વેડફાઈ નહીં તેનો બચાવ થાય તે માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.ખ્યાતનામ ડો. અમીતભાઈ હપાણી તથા ગુજરાત સરકાર ચાઈલ્ડ રાઈટ કમીશનના ડાયરેક્ટર મયુરભાઈ શાહ, પાશ્ર્વનાથ કો.ઓ. બેન્કના અગ્રણી પિયુષભાઈ મહેતાએ સંયુક્તપણે જણાવ્યું કે દરેક સંસ્થાઓએ જળ રક્ષાના સંકલ્પ લેવા જોઇએ તથા તે માટેની પ્રેરણા કરવી જોઈએ.
જૈનો એકબીજા મળે ત્યારે જય જિનેન્દ્ર બોલે છે ત્યારે સાથોસાથ જળ બચાવવાનો સંદેશો પણ વ્હેતો મૂકવો જોઈએ.જૈનચાલ સંઘના પ્રમુખ પરેશ સંઘાણી તથા તપસ્વી સુશીલભાઈ ગોડાએ કહ્યું કે પાણીમાંથી નીકળેલો જીવ ભાવીમાં કેવળી ભગવંત પણ બની શકે છે તેથી આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જળની જતના કરવાથી કમે નિજેરાનું જ કારણ છે.
ગ્રેટર ચેમ્બરના ધનસુખભાઈ વોરા,શીરીષભાઈ બાટવીયા તથા કિરીટભાઈ શેઠે કહ્યું અડધો ગ્લાસ પાણી પીવું હોય તો અડધો ગ્લાસ જ લેવો જોઈએ… વિરાણી મૂક – બધિર સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીસી, મહાવીરનગર સંઘના કાંતીભાઈ શેઠ, સુધીરભાઈ બાટવીયા, પ્રતાપભાઈ વોરા, નેમીનાથ – વીતરાગ સંઘના ભરતભાઈ દોશી, અજરામર સંઘના મધુભાઈ ખંધાર વગેરે અગ્રણીઓએ સંયુક્તપણે જણાવ્યું કે દુનિયામાં અનેક લોકોને પીવા પૂરતું પાણી પણ મળતું નથી તે સ્મરણમાં રાખવું જોઈએ અને જળને બચાવવું જોઈએ એ પણ પૂણ્ય ઉપાજેનનું જ કાયે છે.
અત્રે યાદ રહે કે જૈનો તો જીવદયાના હિમાયતી હોય છે.પૃથ્વી, પાણી,અગ્નિ,વાયુ,વનસ્પતિ અને હાલતા – ચાલતા જીવોની દયા પાળવાના સંસ્કાર જૈનોને ગળથૂથી માં જ મળે છે.આપણી આગવી આ ઓળખને આગળ ધપાવીએ અને જળનું જતન કરીએ.