‘ભાર વગરનું ભણતર કે ગણતર વગરનો ભાર’???
ભારતના માત્ર ૩ ટકા એન્જિનિયરો પાસે નવા સમયની માંગ મુજબની કુશળતા હોવાનો એસ્પીરીંગ માઇન્ડના અહેવાલમાં દાવો
વિશ્વની સૌથી મોટી રોજગાર ક્ષમતા આકારણી અને નોકરી ઓળખ પ્રાપ્ત કંપની એસ્પીરીંગ માઇન્ડસ દ્વારા રોજગારી અંગેના સાતમા વાર્ષિક રીપોર્ટમા ભારતની ટેકનીકલ સંસ્થાઓ અને સરકારની આંખ ઉધાડે તેવો અહેવાલ રજુ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ભારતમાંથી ડીગ્રી લઇને બહાર નીકળતા એન્જીનીયરો કરતા અમેરિકાના નવા એન્જીનીયરો લગભગ ચાર ગણા કુશળ હોય છે આ અહેવાલમાં જણાવાયું છે કે આપણા ૩.૮૪ ટકા એન્જીનીયરો શરુ કરવા પાસે જ સ્ટાર્ટઅપ્સ કરવા સોફટવેરની જરુરીયાત મુજબના ટેકનીકલ, જ્ઞાનાત્મક અને ભાષાકુશળતા હોય છે.
ઉપરાંત માત્ર ૩ ટકા એન્જીનીયરો પાસે નવા સમયની કુશળતા જેવી કે આર્ટીફીહીયલ ઇન્ટેલીજન્ટસ દ્વારા સાયન્સ અને મોબાઇલ ડેવલપમેન્ટ ને લગતું કૌશલ્ય હોય છે. એસ્પીરીંગ માઇન્ડસના સહસ્થાપક અને સીટીઓ વરુણ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે અમને મળ્યું કે ભારતના ૩ ટકા એન્જીનીયરો પાસે નવા સમયની માંગ મુજબની કુશળતા આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્ટસ ડાટા અને મોબાઇલનું કૌશલ્ય છે.
આ એક એવી પરિસ્થિતિ છે કે જેનો તાત્કાલીક ઉપચાર કરવો જરુરી છે જેથી ભારતીય ઉઘોગને વિશ્વ સાથે સંલગ્ન કરી જોડી શકાય. ભારતીય એન્જીનીયરોમાં રહેલી જ્ઞાનની આ ખામીના કારણે તેમનો જ્ઞાનના અર્થતંત્રમાં ૮૯ ટકા બેરોજગારીનો સામનો કરવો પડે છે. આ ડેટા ૧.૭ લાખ એન્જીનીયરીંગ વિઘાર્થીઓ ને ૭૦ હજાર એન્જીનીયરોના રોજગારી માટે સર્વેક્ષણ માં બહાર આવ્યો છે. જેઓ અમેરિકા અને ચીનમાં રોજગારી શોધી રહ્યા છે.
રોજગારી પર સૌ પ્રથમ ૨૦૧૦ માં મોટાપાયે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં હઠીલો બેરોજગારીની સંખ્યાઓ ત્યારથી પાયામાં હોવાનું જણાવ્યું છે. આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે એકંદરે નવા સમયની રોજગારીમાં ૧.૭ ટકા તકો મળે છે. અમેરિકામાં આઇ.ટી. નોકરીઓ માટે અરજી કરનારા લગભગ ૧૮.૮ ટકા એન્જીનીયરો સાચા કોડ લખી શકે છે.
જયારે ભારતના માત્ર ૪.૭ ટકા એન્જીનીયરો સાચા કોડ લખી શકે છે. જો કે ભારતીય એન્જીનીયરો ચીની વિઘાર્થીઓ કરતા સારુ જ્ઞાનનું પ્રદર્શન કરીને સાચો કોડ લખી શકે છે. પ્રથમ વખત આ અહેવાલમાં ભારતમાં નિમ્ન રોજગાર ક્ષમતાના કારણોની માત્રા દર્શાવવામાં આવી છે. એન્જીનીયરીંગ ફકત ૪૦ ટકા વિઘાર્થીઓ ઇન્ટરશીપ કરે છે જેમાંય માત્ર ૩.૫ ટકા જ કામકાજ કરતા વધુ પ્રોજેકટસ કરે છે.
જયારે ૪૭ ટકા એન્જીનીયરો ઉઘોગ વાટાધાટમાં હાજરી આપી રહ્યા છે. ૬૦ ટકા ફેકલ્ટી ઔઘોગિક એપ્લીકેશનના ખ્યાલ વિશે વાત કરતા જ નથી. જે ભારતમાં ખુબ જ સૈઘ્ધાતિક રીતે એન્જીનીયરીંગની શિસ્ત બનાવે છે. વધુ ખરાબ સ્થિતિનો ફકત ૭ ટકા ઉમેદવારો જ એક કરતા વધારે ઇન્ટરશીપ કરે છે. એન્જીનીયરો નવું કરવાથી શીખે છે. વાંચવાથી નહી આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે એન્જીનીયરોએ અભ્યાસક્રમથી આગળ પ્રોજેકટ લઇને ઇન્ટરશીપ કર્યા હોય તેવું પ્રમાણ ખુબ ઓછું છે વધુમાં ફેકલ્ટી ઉઘોગમાં વાટાધાટ દ્વારા વિઘાર્થીઓના સંપર્કમાં આવવા છતાં વર્ગમાં ખ્યાલોના ઔઘોગિક એજ એપ્લીકેશન અંગે ભાગ્યે જ વાત કરે છે તેમ વરુણ અગ્રવાતે અંતમાં જણાવ્યું હતું.