અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચામુંડાબ્રિજ પાસે સુમેલ બિઝનેસ પાર્ક-5માં આવેલી દુકાનમાં દરોડા પાડ્યા હતા. દુકાનમાંથી અમૂલ ઘીના પાઉચ અને ડબ્બા મળી આવ્યા હતા. અમૂલના કર્મચારી પાસે ખાતરી કરાવતા ઘી નકલી હોવાનું જણાવ્યું હતું.
એફએસએલના અધિકારી પાસે તપાસ કરાવતા પામોલિન અને વનસ્પતિ ઘી મિક્સ કરી અને નકલી ઘી બનાવતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઘી બનાવવાના સાધન, ઘીના પાઉચ અને ડબ્બા વગેરે સહિત રૂ. 3.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં નવરંગપુરામાં રહેતા ભરત પટેલ નામના શખ્સની માલિકીની દુકાન હોવાનું બહાર આવ્યું હતું. બનાસકાંઠાના માલગઢના રહેવાસી રમેશ સાંખલા અને ડીસાના માળી નેમાભાઈને ભાડે દુકાન આપી હતી. પોલીસે બંને શખ્સની તપાસ શરૂ કરી છે.