વિર્દ્યાર્થીઓ બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ કી એસએમએસ, ઈ-મેઈલ અને આઈવીઆર દ્વારા પણ પરિણામો મેળવી શકશે
નવીદિલ્હી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) દ્વારા ૯ માર્ચી ૨૯ એપ્રિલ સુધી યોજાયેલી ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામો ૨૮ મે એટલે કે આવતીકાલે જાહેર કરાશે. વિર્દ્યાીઓની પરિણામ જાણવાની આતુરતાનો હવે અંત આવશે. પરિણામોની તારીખ જાહેર કરતાની સો સીબીએસઈએ કહ્યું છે કે મોડરેશન પોલીસી ઉપર દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનું પાલન કરશે.
ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ ધોરણ ૧૨ના પરિણામો ૨૫ મેના રોજ જાહેર કરવાનું હતું. પરંતુ પછીી આ જાહેરાતને પાછી ધકેલી દેવાઈ હતી. આ વર્ષ સીબીએસઈ ધોરણ ૧૨ની પરીક્ષાઓમાં ૧૦,૯૮,૯૮૧ વિર્દ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે ગયા વર્ષની સરખામણીએ ૨.૮૨ ટકા વધારે છે. દેશભરમાં ૧૦,૬૭૮ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું.
દિલ્હી હાઈકોર્ટે સીબીએસઈને મુશ્કેલ પ્રશ્ર્નો માટે વિર્દ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવા સંબંધીત મોડરેશન પોલીસી વર્ષ ૨૦૧૬-૧૭ માટે જારી રાખવાનો આદેશ કર્યો હતો. જેને બોર્ડ અગાઉી જ ખત્મ કર્યું હતું. જેમાં વિર્દ્યાર્થીઓને ૮ થી ૧૦ માર્કસ વધુ મળતા ૯૫ ટકાથી વધુ માર્કસ સ્કોર કરનારા વિર્દ્યાર્થીઓની સંખ્યા વધી જતા બોર્ડ આ પ્રકારનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ અંગે હવે, ફરી મોડરેશન પોલીસીને અનુસરાશે તેમ બોર્ડે જણાવ્યું હતું. તો ચાલો જાણીએ આવતીકાલે પરિણામો કેવી રીતે જોઈ શકાશે ?
બીએસઈ ધોરણ ૧૨ના પરિણામો બોર્ડની ઓફીસીઅલ વેબસાઈટ, cbseresults.nic.in અને cbse.inc.in પર ઉપલબ્ધ હશે. આ ઉપરાંત result.nic.in પર પણ પરિણામો જોઈ શકાશે.
– સીબીએસઈની ઓફિસીઅલ વેબસાઈટ ખોલો.
– ત્યારબાદ, ત્યાં આપેલી સીબીએસઈ ધો.૧૨ રિઝલ્ટ લીંક પર ક્લિક કરો.
– નેકસ્ટ પેઝ ઓપન યાની સો તમારી રજિસ્ટ્રેશન ડિટેઈલ નાખો.
– સબમીટ પર ક્લિક કરો અને રિઝલ્ટ તમારી સામે હશે.
– રિઝલ્ટ જોયા બાદ તમે તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો.
આ રીતે સીબીએસઈની ઓફીસીઅલ વેબસાઈટ પર જઈ વિર્દ્યાીઓ રિઝલ્ટ જોઈ શકશે. આ ઉપરાંત બોર્ડ પરિણામો ડીજી લોકર અને ડીજી લોકર એકાઉન્ટ દ્વારા ડીજિટલ માર્કશીટની પણ સુવિધા આપી રહ્યું છે. આ માટે પણ વિર્દ્યાીઓને ઓફીસીઅલ વેબસાઈટનો ઉપયોગ કરી એસએમએસ દ્વારા વિર્દ્યાીઓ માર્કશીટ જોઈ શકશે.