નાગરીક ઉડ્ડયન ક્ષેત્રે વિવિધકારણ સબબ ચાલતી આર્થિક મુશ્કેલીઓમાં સૌથી વધુ તકલીફોનો સામનો કરવો પડતો હોય તેમ કંપનીએ નિયમિત સેવામાંથી ૬૦ જેટલા વિમાનોને ગેરેજમાં રાખવાના નિર્ણય વચ્ચે વધુ ચાર વિમાનોની સેવામાંથી વિરામ આપ્યો છે. આમ અત્યારે કંપનીના ૧૧૯ વિમાનો માંથી અડધો અડધ વિમાનો નોનયુઝમાં મુકી દેવાયા છે જો આને આ પરિસ્થિતિ રહી તો દેશનું નાગરીક ઉડ્ડયન માળખુ અને વિદેશી વ્યવહારો તહસનહસ થઇ જશે.
જેટ એરવેઝ પોતાની સેવા સીમીત કરવામાં એર ઇન્ડીયા, ઇન્ડીયો ઓઇસજેટ અને ગોએર કરતાં વધુ આગળ નીકળી ગયું છે. એપ્રિલ થી જુલાઇ સુધીની આગામી પ્રવાસન સીઝન એક પખવાડીયામાં શરુ થવાની છે ત્યારે સીવીલ એવીએશનના ડાયરેકટરે વિમાનોની ફેરા વધારવા માટે મંગળવારે બેઠક બોલાવી છે ત્યારે જેટ તેની અનિવાર્ય પરિસ્થિતિને લઇને તેની સેવાઓ બંધ કરી રહી છે.
કર્મચારીઓની અછત અને કેટલીક અનિવાર્ય પરિસ્થિતિને લઇને જેટ એવરેઝ અબુધાબી જતી અને આવતી અનેક સેવાઓ રદ કરવાથી ઐતિહાદના મુસાફરોને અન્ય વિમાનોમાં ટિકીટ બુક કરવાની ફરજ પડી છે. જયારે જેટ દ્વારા કલાસ મુજબ રિફંડ આપવાની જાહેરાત કરી દીધી છે. જયારે ઐતિહાદે આ પરિસ્થિતિમાં કોન્ટેક સેન્ટરના નંબરો +૯૭૧૯ -૬૦૦ ૫૦૦ ૬૬૬ નો હેલ્થ લાઇન નંબર જાહેર કર્યો છે. જે ઐતિહાદના માઘ્યમથી ભારતમાં આવવા અને જવા વાળાઓની સંખ્યા સૌથી વધુ હોય છે.
જેટ એરવેઝ દ્વારા ટિપની સંખ્યા ઘટાડી દેવાથી બીઝનેશ, સ્ટુડન્ટ અને પિલગ્રીન ટ્રાવેલ્સના પેસેન્જરો અને હોલી ડે ટુરિસ્ટને ખુબ જ મોટી અસર પડશે આગામી દિવસોમાં જયારે વિમાનોની સંખ્યા વધારવાની જરુર છે ત્યારે જેટ દ્વારા ફેરાઓ ઓછા કરી દેવાથી મોટો ટ્રાફીક સર્જાશે
જેટના ફલાઇટ ડાઉનની જાહેરાત ના પગલે અબુધાબી તરફનો હાલી ડે પેકેઝ રદ કરવા ટ્રાવેલ્સ એજન્ટોએ શરુ કરી દીધો છે. અબુધાબી જનારા મુસાફરોને પૂર્ણ રિફંડ આપવાનું નકકી કરી દીધું છે. બીજી તરફ અત્યારે સોશ્યલ મીડીયા પર રીફંડ મોડુ આપવાની ફરીયાદો પણ ઉઠી છે. જેટ એરો દ્વારા ચોકકસ ફલાઇટો રદ કરી દેવાતા હવાઇ મુસાફરોમાં ભારે અસંમજસતા ઉભી થઇ છે.ડાયરેકટર જનરલ સીવીલ એવીએશનના મુખ્ય અધિકારી બી.એસ. ભુલ્લરે તમામને ગ્રાહકોના હિતની જાળવણી કરવાની તાકીદ કરી છે.
ભારે આર્થીક મુશ્કેલીમાં સપડાયેલી જેટ એવરેઝની વિમાન સેવાઓ રદ કરવાની કટોકટીનો રેલો ગુજરાત સુધી પહોંચી ગયો હોય તેમ શનિવારે કંપનીએ કચ્છના ભુજની નિયમિત સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી. શનિવારે બપોરની ભુજથી ઉપડનારી ફલાઇટ કોઇપણ જાતના કારણ વગર રદ કરવામાં આવી હતી. કંપનીએ ગ્રાહકોને રાજકોટ અને અમદાવાદ થી વૈકલ્પિક વ્યવસ્થાની ઓફર કરી હતી. જયાં ગ્રાહકોને તેમની રીતે ભુજની સવારના ફલાઇટ રદ કરી દેવાઇ છે. હેપી હોલીડે જેટને ખુબ જ સારો ધંધો મળે છે.
દરેક ફલાઇટમાં કુલ બુકીંગ થાય છે. આને લઇને મુંબઇની ડાયરેકટ સેવા પણ ચાલુ છે. તેમ છતાં શા માટે ફલાઇટ રદ કરી દેશે તેમણે એર ઇન્ડીયાની ૬૫ સીટની જરુરીયાત હોવાનું જણાવ્યું હતું. માધાપરના નરેશ મહેશ્ર્વરીએ જણાવ્યું હતું કે મારા ઘણાં સંબંધીઓ આફ્રિકા અને અમેરિકામાં છે જેમની પાસે માત્ર હવાઇ યાત્રા જ વિકલ્પ છે. પરંતુ આ સેવા બંધ થતાં હવે અમારે ભુજના બદલે અમદાવાદ અથવા રાજકોટ જવું પડે છે. જેનાથી અમને નાણાંનું વધુ ખર્ચ અને હાલાકી ભોગવવી પડે છે.
ભુજમાં આઝાદી પહેલા ૧૯૨૬ થી હવાઇ મથક કાર્યરત હતું. ટાટા દ્વારા મુંબઇ રુટ ઉપર સેવા આપવામાં આવતી હતી. અત્યારે ઉનાળાની ટ્રાવેલ સિઝન વખતે જ ભુજની ફલાઇટ રદ કરી દેવાથી મુશ્કેલીઓ પડશે. થોડા દિવસો પહેલા એરવેઝે આર્થિક મુશ્કેલીના નિવારણ માટે પાયલોટ યુનિયને કેન્દ્રની નિયમિત પગાર અને આર્થિક લાભની વહેચણી માટે જરુરી નાણાકીય કટોકટી નિવારવા ખાસ ભંડોળની માંગણી કરી હતી અને ઓછામાં ઓછા પાંચ વિમાનો જેટને ભાડા પટે ચલાવી શકાય તેવી માંગણી કરી હતી.જેટ એરવેઝએ કોઇપણ જાતની જાહેરાત વગર ફલાઇટ રદ કરી દેતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય ગયા છે.
જેટને બચાવવાનો સોદો ટૂંક સમયમાં ફાઈનલ: નરેશ ગોયલ
જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે જણાવતા કહ્યું હતું કે, આવનારા ટુંક સમયમાં જેટને બચાવવાનો સોદો ફાઈનલ થઈ જશે. હાલ તેની વાત ઈતિહાદ એરવેઝ સાથે ચાલી રહી છે કે જે જેટ એરવેઝનો સૌથી મોટો શેર ખરીદવા રસ દાખવ્યો હતો. તેઓએ જેટ એરવેઝના કર્મચારીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, માર્ચ માસ સુધીમાં જે જેટ એરવેઝની પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.
તેમાં સુધારો થઈ જશે અને કર્મચારીઓને અપીલ પણ કરી હતી કે તેઓએ પોતાનો કિંમત સમય અને જે ભરોસો જેટ એરવેઝ ઉપર રાખ્યો છે તે રાખવામાં આવે કારણકે સંકટના વાદળો જે જેટ એરવેઝ ઉપર ઘેરાયા છે તે ટુંક સમયમાં જ વિખેરાઈ જશે. ઈતિહાદ એરવેઝ સાથે જેટ એરવેઝની વાતાઘાટો ચાલુ છે. ચાલુ વર્ષમાં જેટ એરવેઝના ચાર એર પ્લેનોને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યા હતા.
વાત કરવામાં આવે તો જેટ એરવેઝ ભારતનું બીજુ મોટું કેરીયર માનવામાં આવી રહ્યું છે કે જેને પોતાના પાયલોટના પેમેન્ટમાં પણ સમય લગાવ્યો હતો ત્યારે ૨૦૧૮-૧૯ની વાત કરવામાં આવે તો જેટ એરવેઝના શેરમાં ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એકસચેન્જમાં જેટ એરવેઝનો પ્રતિ શેરનો ભાવ ૨.૦૫ ટકા ઘટી રૂ.૨૩૭ રહેવા પામ્યો હતો.