પડધરી પોલીસ મથકનો વિસ્તારનો નામચીન બુટલેગર માટે મોકળુ મેદાન: ૧૨ ગુનામાં નાસ્તા ફરતા હર્ષદ મહાજને મંગાવેલી રૂ.૨.૩૫ કરોડની ૪૫,૩૮૨ બોટલ દારૂ પકડાયો’તો
સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂની સપ્લાયનું નેટવર્ક ધરાવતા નામચીન બુટલેગર હર્ષદ મહાજનને ઝડપી લેવામાં કુવાડવા પોલીસને સફળતા મળી છે. ૫ દિવસના રિમાન્ડ પર સોંપાયેલા બુટલેગર હર્ષદ મહાજને છેલ્લા એકાદ વર્ષમાં જ રાજકોટ, બાબરા, ધ્રોલ, પડધરી અને વાંકાનેર વિસ્તારમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનું કટીંગ કર્યાનું ખુલ્યુ છે. પડધરી પોલીસ મથકનો વિસ્તાર નામચીન બુટલેગર હર્ષદ મહાજન માટે રેઢુ પડ હોય તેમ ૫ જેટલા ગુનામાં સંડોવણી બહાર આવી હતી પણ તેની ધરપકડ ગમે તે કારણોસર ટાળી કાગળ પર વોન્ટેડ બતાવવામાં આવી રહ્યો હતો.
કુવાડવા પોલીસ મથકની હદમાંથી તાજેતરમાં જ જીજે૩એચઆર-૩૮૦૩ નંબરના સ્કોર્પીઓમાંથી રૂ.૧.૩૬ લાખની કિંમતની ૩૮ પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ વિદેશી દારૂ હર્ષદ મહાજનનો હોવાનું બહાર આવતા કુવાડવા પોલીસ મથકના પીઆઈ એમ.આર.પરમાર, પીએસઆઈ મહાવીરસિંહ ઝાલા, એએસઆઈ આર.કે.ડાંગર, હેડ કોન્સ. બી.ડી.ભરવાડ, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા અને અજીતભાઈ લોખીલ સહિતના સ્ટાફે વૃંદાવન પાર્કમાં વાઘેશ્વરી કૃપા નામના મકાનમાં રહેતા હર્ષદ મહાજનને ત્યાં દરોડો પાડયો હતો ત્યારે તે પ્રથમ નજરે ન હોવાનું જણાયું હતું. પોલીસે મકાનની ઝીંણવટભરી કરેલી તપાસમાં હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માડલીયા તેના બાથ‚મમાં છુપાઈ શકાય તેવા ગુપ્ત ભોંયરામાંથી મળી આવતા ધરપકડ કરી હતી.
હર્ષદ મહાજનની પુછપરછ કરતા તેની સામે છેલ્લા એક વર્ષમાં કુવાડવા પોલીસ મથક હેઠળ રૂ.૬,૪૯,૮૦૦ની કિંમતની ૪૫૬ બોટલ, ક્રાઈમ બ્રાંચની રૂ.૧૭.૫૨ લાખની કિંમતની ૪૨૨૪ બોટલ, ક્રાઈમ બ્રાંચના બીજા ગુનામાં ૨૦.૪૮ લાખની ૧૦૨૦ બોટલ, બાબરા પોલીસ મથકના ગુનામાં ૬૯.૨૯ લાખની ૧૧૮૪૪ બોટલ, ધ્રોલના ગુનામાં ૨ લાખની કિંમતની ૩૯૮ બોટલ, પડધરીના પાંચ ગુનામાં રૂ.૧.૨૭ કરોડની ૨૫૦૦૦ બોટલ અને વાંકાનેરના રૂ.૯.૧૫ લાખની ૨૪૭૨ બોટલના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હોવાથી તેની સૌરાષ્ટ્રભરની પોલીસ શોધખોળ કરી રહી હતી.
હર્ષદ મહાજન આ પહેલા પણ ૧૨ ગુનામાં કરોડો રૂપિયાના દારૂ સાથે ઝડપાયા બાદ જેલમાંથી છુટી ફરી વિદેશી દારૂનું સૌરાષ્ટ્રભરનું નેટવર્ક સંભાળી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના છુટક બુટલેગરને કરોડો ‚પિયાના વિદેશી દારૂ પુરો પાડયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપેલા દા‚ કરતા અનેક ગણો દારૂ બુટલેગરોને પહોંચાડયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. લાંબા સમય બાદ ઝડપાયેલા બુટલેગર હર્ષદ મહાજનને ડીસીપી રવિ મોહન સૈની સહિતના સ્ટાફે પોલીસ કમિશનર કચેરી ખાતેના લીમડે આકરી પુછપરછ કરી હતી. હર્ષદ મહાજનને પડધરી, ધ્રોલ, વાંકાનેર અને બાબરા પોલીસ કબજો લેવા કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે બાબરા પોલીસ મથકમાં ગુનાહિત કાવતરુ રચી બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.