માનસિક બીમાર વકીલની મિલકત મેળવવા ડોકટર અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે વારસદાર બનવા કાવા દાવા
જૂનાગઢના અબજોપતિ માનસિક બીમાર વકીલના વારસદારી હકક માટે વકીલનો ભત્રીજો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કોર્ટના શરણે પહોંચ્યાના બનાવના પગલે સૌરાષ્ટ્રના રાજકીય અને કાનૂની ક્ષેત્રે ભારે ચકચાર જગાવ્યો છે.
જૂનાગઢના ૭૭ વર્ષના વયોવૃદ્ધ માનસિક બીમાર ધારાશાસ્ત્રી ચંદ્રકાંત લખાણીની શારીરિક અને માનસિક સંપૂર્ણ ચકાસણીનો આદેશ આપીને આ રિપોર્ટના આધારે ચંદ્રકાંત લાખાણીના ભત્રીજા ડો.ચેતન લાખાણી અથવા તો પૂર્વ ધારાસભ્ય અને સામાજીક આગેવાન મહેન્દ્ર મશરૂમાંથી કોને વકીલના દેખભાળનો અધિકાર આપવો.
૨૦૧૧માં મહેન્દ્ર મશ‚એ જયારે કોર્ટમાં વયોવૃદ્ધ ધારાશાસ્ત્રી ચંદ્રકાંત લાખાણીની દેખભાળ અને મિલકતના વહિવટનો અધિકાર મેળવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો ત્યારે વકીલના ભત્રીજા ચેતન લાખાણીએ આ સામે વાંધો ઉઠાવ્યોહતો. સિન્ઝોફેનિયાના રોગથી પિડાતા ચંદ્રકાંત લાખાણીની દેખભાળ મહેન્દ્ર મશરૂની સંસ્થા દ્વારા કરવામાં આવતી હોવાની તેમણે લાખાણીની મિલકતોની જાળવણીની દાવેદારી કરી હતી. આ પેન્ડીંગ રહેલો કેસ મહેન્દ્ર મશરૂએ ૨૦૧૪માં ચંદ્રકાંત લાખાણીના પત્નીના મૃત્યુ પછી પરત ખેંચી લીધો હતો.
૨૦૧૪માં ચેતન લાખાણીએ તેના કાકાની સારવાર અને મિલકતનો વહીવટદાર માટે નિમણૂંકની અરજી કરી હતી. તેની સામે મહેન્દ્ર મશરૂ ફરીથી ચેતન લાખાણીના દાવાનો વિરોધ કરવા કોર્ટમાં ગયા હતા. ચેતન લાખાણીએ કાકાની સારવાર માટે કરેલી અરજી જૂનાગઢ જિલ્લા કોર્ટે ૨૦૧૬માં અપીલ કરી કાકાની સારવાર માટે દાદ માંગી હતી અને કાકાના સ્વાસ્થ્ય અંગેનું પ્રમાણપત્ર રજૂ કરી સિન્ઝોફેનિયાની સારવાર આવશ્યક હોવાનું જણાવ્યું હતું.
ચેતન લાખાણીના વકીલ આઈ.એસ.સૈયદે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, પોતાના અસીલ મહેન્દ્રભાઈ મશરૂના દાવા સાથે એ સહમત થયા હતા કે તેમને આશા હતી કે, તેમના કાકાની સારી સેવા થશે પરંતુ મશરૂએ વાલીપણાના દાવો પડતો મુકયો હતો પરંતુ હવે પોતાના અસીલની કાકીના મૃત્યુ બાદ હવે તે કાકાના વારસદાર તરીકે અધિકાર માંગે છે. સામાપક્ષે ધારાસભ્ય મહેન્દ્ર મશરૂના વકીલે દલીલ કરી હતી કે સામાજીક કાર્યકર અને સારા મહાજન એવા મહેન્દ્ર મશરૂએ માનસિક બીમાર દર્દીની સારી સેવા થાય તે માટે તેમની દેખભાળનો અધિકાર માંગ્યો છે અને ભોગવનારની મિલકતો સારી રીતે સચવાય તે માટે દાવો કર્યો છે.
ચંદ્રકાંત લાખાણીની સ્થાવર મિલકતો માટે તો ચેતન લાખાણી અગાઉ જ દાવો પડતો મુકયો અને ચંદ્રકાંત લાખાણીએ તેમની હયાતીનો જ આ મિલકતોનો નિકાલ કરવાની દલીલ કરી હતી. હાઈકોર્ટના ન્યાયધીશ બી.જે.પાલડીવાળાએ આ કેસની સુનાવણી અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલને નિષ્ણાંત તબીબોની પેનલ બનાવી ચંદ્રકાંત લાખાણીની યોગ્ય સારવારની હિમાયત કરી હતી અને હાઈકોર્ટે જૂનાગઢને આ મામલે ૩ મહિના પહેલાં જ વારીપણાના નિમણૂંકના ઉકેલનો આદેશ આપ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં જૂનાગઢ કોર્ટે હાઈકોર્ટને જાણકારી આપી હતી કે, ચંદ્રકાંત લાખાણીની તબીબી ચકાસણી જૂનાગઢ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ન્યુરોલોજી વિભાગ ન હોવાથી શકય નથી.
જૂનાગઢના અબજોપતિ ધારાશાસ્ત્રી ચંદ્રકાંત લાખાણીની નિસહાય અવસ્થામાં સારવાર અને મિલકતોના અધિકાર માટે ડો.ચેતન લાખાણી અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ વચ્ચે સર્જાયેલા કાનૂની જંગે ભારે ચકચાર જગાવ્યો છે.