ચૂંટણીપંચની મુંબઇ હાઇકોર્ટ સાથેની મીટીંગમાં લેવાયો નિર્ણય: આઇટી વિભાગની પણ ડિજીટલ ઉપર નજર રહેશે
ચૂંટણી નજીક આવતા સોશિયલ મીડીયાનો સૌથી વધુ ઉપયોગ પ્રચાર પ્રસાર માટે કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે તેની ઉપર પણ આચારસહીતા લગાવવાનો નિર્ણય લેવાયો છે તેમ છતાં કેટલીક વખત પ્રચાર પ્રસારના હેતુસર લોકોને પક્ષો તરફ આકર્ષવા કોઇપણ પ્રકારની ચકાસણી વિનાની જાહેરાતો ડિસ્પ્લે ન થાય માટે ચુંટણી પંચ એકટીવ થયું છે. હવે સોશિયલ મીડીયાની દરેક પોસ્ટ તેમજ જાહેરાતો ઉપર આઇટી નિષ્ણાંતોની નજર રહેશે.
લોકસભા ચુંટણીમાં કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂકયા છે. ત્યારે સોશિયલ મીડીયાને તમામ રાજનૈતિક જાહેરાતો અંગે સાવધાન કરવામાં આવ્યું છે. ચુંટણી પંચે સોમવારે મુંબઇ હાઇકોર્ટને કહ્યું હતું કે ચકાસણી કર્યા વિનાની કોઇપણ રાજનૈતિક જાહેરાતો માઘ્યમોમાં મુકવા ઉપર પ્રતિબંધ લાદયો છે. ઇલેકશન કમીશને તેના કાઉન્સીલ રાજા ગોપાલ દ્વારા હાઇકોર્ટની એક મીટીંગમાં કહ્યું હતું કે રાષ્ટ્રહીત, ચૂંટણી લક્ષી અથવા રાજકીય પક્ષો સાથે જોડાયેલ કોઇપણ એડવટટાઇઝમેન્ટને વેરીફેશન વિના મુકવામાં આવે રહી.
રાજગોપાલે હાઇકોર્ટના જજ નરેશ પાટીલ અને જસ્ટીસ એન.એમ. જમાદાર સમક્ષ પોતાની રજુઆત કરી હતી.વકીલ સાગર સૂર્યવંશીએ ચૂંટણીપંચને અરજી કરી હતી કે સોશિયલ મીડીયા માઘ્યમો ઉપર પેઇડ પોલીટીકલ જાહેરાતો અને ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે જેની ઉપર અંકુશ ખુબ જ જરુરી છે માટે ચુંટણી પંચે મુંબઇ હાઇકોર્ટ સાથેની મીટીંગમાં સોશિયલ મીડીયા પ્લેટફોર્મો ઉપરની ચકાસણી વિનાની એડ. ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો.