રિલાયન્સ પરિવારમાં ધીરૂભાઈ અંબાણીના વીરસદારોના બટવારામાં ઉભી થયેલી કળવાશતો દોઢ દાયકા બાદ સોમવારે મુકેશ અંબાણીએ આર્થિક સંકળામણમાં ફસાય ને જેલવાસનાં યોગ સુધી પહોચી ગયલે નનાભા, અનિલ અંબાણીને ઓરેકસનનું ચારસો ત્રેપન (૪૫૩)નુ કરજ ભરવામાં મદદરૂપ થઈ પિતાતૂલ્ય મોટાભાઈની ફરજ અદા કરી હતી.સુપ્રિમ કોર્ટે ૨૦ ફેબ્રુ.એ સ્વીડીશ ટેલીકોમ કંપનીની કરજની અદાયગી માટે નાદારી આરે પહોચેલા અનિલ અંબાણીને રૂપીયા ન ભરવા સામે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી.
રિલાયન્સ પરિવારના બંને ભાઈઓ વચ્ચે ચાલતી કળવાશા વચ્ચે મુકેશ અંબાણીએ નાનાભાઈનું સંકટ પોતાના માથે લઈને અનિલને જેલમાં જતો બચાવવા એરીકશનનો ૪૫૩ કરોડ રૂપીયાનો કરજો ભરવાનો નિર્ણય વિશ્વના કોર્પોરેટ ક્ષેત્રમાં ચમકી ઉઠ્યો છે.અનિલ અંબાણી આ અંગે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે હું મારા મોટાભાઈ મુકેશ અને નિતા અંબાણીનો હૃદયથી આભારી છું મારા કપરા સમયમાં મારી સાથે ઉભા રહ્યા મારા પરિવારને આ સંકટમાંથી ઉગારવા બદલ હું તેમનો આભારી છું.
ઘણા વર્ષોથી બંનેભાઈઓના સંબંધોની કળવાશા વિશ્વભરનાં ઉદ્યોગીક જગતમાં ચર્ચાસ્પદ રહી હતી આરકોમ અને એરીકશનના આર્થિક વહીવટમાં સમયસર નાણા ભરવામાં અસમર્થ અનિલ અંબાણી નાદારીના આરે પહોચી ગયા હતા અને કોર્ટે મુદતમાં જ કરજ ન ભરાય તો અનિલ અંબાણીને ૩ મહિનાની જેલની સજા ફટકારી હતી અનિલ અંબાણીની આ સ્થિતિ અને કંપનીની વેચવા કાઢેલી મિલકતોનો લેવાલ ન થતા અનિલ અંબાણીનું ભવિષ્ય અનિશ્ચિત બન્યો હતો અને જેલવાસ નિશ્ચિત બન્યું હતુ ત્યારે છેલ્લી ઘડીએ મોટાભાઈ મુકેશ અંબાણીએ અનિલ અંબાણીનું કરજ ભરવાની જાહેરાત કરી હતી. અનિલ અંબાણીએ આ અંગે ભાઈ ભાભીનો આભાર માન્યો હતો.
અનિલને જેલમા જતા અટકાવવાની આ ઘટના ૨૦૦૨માં ધી‚ભાઈ અંબાણીના નિધન બાદ રિલાયન્સ એમ્પાયરના ભાગલાથી બંને ભાઈઓ વચ્ચે શ‚ થયેલા વિખવાદના વાતાવરણમાં ગઈકાલની ઘટના સીમાચિહનરૂપ બની રહી છે. જોકે તાજેતરમાં જ મુકેશ અને નીતા અંબાણીના સંતાનોના લગ્નમાં બંનેભાઈઓ સાથે દેખાયા હતા. અનિલ અંબાણીનું સંકટ દૂર કરવા માતા કોકિલાબેને ફરજ પાડી હોવાનું માનવમાં આવે છે. એરીકશનની ૧૮ મહિનાથી ચાલતી કાનૂની લડાઈ પુરી થવા થઈ રહી છે. આજે સો કરોડ રૂપીયાનો પ્રથમ હપ્તો કોર્ટમાં જમા કરવામાં આવશે.