ગોવાના ખુબજ લોકપ્રિય નિવડેલા મુખ્યમંત્રી મનોહર પરિકરની વિદાય બાદ ભાજપ માટે ઉભા થયેલા પરિકરનાં અનુગામીની શોધનો પડકાર અંતે પક્ષે સુખદ રીતે ઉકેલીને મનોહરપરિકરનાં અનુગામી તરીકે પ્રમોદ સાવંતની જાહેરાત કરીને તમામ સહયોગીઓ સાથે સહમતી સાધવામાં ગત મધરાતે જ ભાજપે સફળતા મેળવીને પરિકરની વિદાય બાદ ગોવામાં નેતૃત્વના અવકાશદહષશતનો અંત લેવાયો છે.
ગોવાના સ્પીકર પ્રમોદ સાવંતને રાજયનાં તેરમાં મુખ્યમંત્રી તરીકે સોમવારે મધરાતે સત્તાવાર રીતે ઘોષિત કરવામાં આવ્યા હતા. આ પહેલા ભારતે તેના રાજકીય સહયોગી પાસેથી સહમતી પત્ર મેળવવાની ઔપચારીકતા પૂર્ણ કરી ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ પાસેથી સહમતી પત્રક મેળવ્યું હતુ ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેશાઈ અને મહારાષ્ટ્રવાદી ગૌમાતંક પાર્ટીના નેતા રામકૃષ્ણા ધવલીકરને નાયબ મુખ્યમંત્રીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
દેશમાં સૌથી નાના રાજયમાં સૌ પ્રથમવાર બે નાયબ મુખ્યમંત્રીઓની શાસન વ્યવસ્થા અમલમાં આવી રહી છે. ૪૬ વર્ષનાં સાવંત ભાજપ અને જીએફસી ,એમજીપી અને અપક્ષ ધારાસભ્ના સહયોગથી મોડી રાત્રે મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા હતા. તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરિકર સરકારમાં સામેલ તમામ ૧૧ કેબીનેટ મંત્રીઓની નવી સરકાર નિર્ધારીત કરવામા આવી છે.
ભાજપે આ રાજકીય કવાયતની સફળતાબાદ જણાવ્યું હતુ કે નાના રાજનૈતિક પક્ષો અને અપક્ષો એનડીએનાં ઘટકદળો કે અપક્ષોને અલગ કરવામાં નહી આવે અને અત્યારે ચૂંટણી યોજાય તો ભાજપને ફાયદો થાયતેવું વાતાવરણ હોવા છતાં ભાજપ તેના સહયોગીઓને સતામાં ભાગીદારીની તક આપવામા માને છે.
દેશમાં અત્યારે આવનારી ચૂંટણીઓના સમયગાળામાં બાલાકોટની સર્જીકલ સ્ટ્રાઈકથી ભાજપ તરફે જુવાળ અને સ્વર્ગસ્થ મનોહર પરિકરની વિદાય બાદ સહાનૂભૂતિના જુવાળમાં ભાજપને જબ્બર જનાધાર મળે તેમ હોવા છતાં ભાજપે તેના રાજકીય સહયોગી ગોવા ફોરવર્ડ પાર્ટી, મહારાષ્ટ્ર ગોમાતંક પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોનાં રાજકીય અસ્તિત્વને જીવંત રાખવા માટે ગોવામાં ગઠબંધનની સરકારને જાળવી રાખવાનું ઉદાર વલણ અપનાવ્યું છે.