જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટમાં પ્રો બનતા અટકાવવા ૨૫ વર્ષ સુધી ન્હોતો લીધો વાઈવા: રાજકોટ સિનિયર સિવીલ જજે ૧ માસમાં વાઇવા લેવા કરાયો આદેશ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પત્રકારત્વ ભવન સામે સોનલબેન સાગઠિયાનું કાનૂની જંગમાં વિજય થયો છે. એમ.જે.એમ.સી કરતા સોનલબેનને પ્રોફેસર બનતા અટકાવવા ૨૫ વર્ષ સુધી વાઇવા ન લીધો અને કિનનાખોરી રાખી હતી. જો કે હવે રાજકોટ કોર્ટના સીનીયર સિવિલ જજે સોનલબેનનો વાંઇવા એક માસમાં પૂરો કરી દેવા આદેશ આપ્યો છે.
અંગ્રેજીભવનના વડા પ્રો.જયદીપસિંહ ડોડીયાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીની સોનલબેન સાગઠિયાના વાઈવા ૧૯૯૪માં ગોઠવવાની અનિવાર્યતા હોય છતાં ૨૫ વર્ષ સુધી તેમનો વાઇવા ન ગોઠવવાની ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ કોર્ટના સીનીયર સિવિલ જજે સોનલબેનનો વાંઇવા એક માસમાં ૨ નિષ્ણાત તજજ્ઞો દ્વારા પૂરો કરી દેવા આદેશ આપ્યો છે.
આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતામંડળના તમામ સદસ્યો અને યુનિવર્સિટીના જવાબદાર પદાધિકારીઓએ આ મુદ્દે આત્મમંથન કરવાની જરૂર છે. આવી ઘટનાં ફરી ન બને અને વધુમાં વધુ દીકરીઓએ દાયકાઓ સુધી વિશ્વ વિધાલય સામે ન્યાય માટે જજુમવું ન પડે તેવી તકેદારી રાખવાની યુનિવર્સિટીના સત્તાધીશોને જરૂર છે.