વિદ્યાર્થીઓએ કાર્યક્રમના અંતિમ દિને ડાન્સ, નાટક સહિતની કૃતિઓ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
આર.કે.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગેલોર-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આજે અંતિમ દિવસે છાત્રોની પ્રતિભા નિહાળી દર્શકો આફરીન થઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ડાન્સ, નાટક સહિતની કૃતિઓ રજુ કરી હતી.
ગુણવતાભર્યું શિક્ષણ અને વિદ્યાર્થીઓને તાલીમ માટે પાયોનીયર ગણાતી એવી આર.કે.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે બે દિવસીય ગેલોર-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આજે રાત્રે સમાપન થનાર છે. આજે અંતિમ દિને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નાટક, ડાન્સ સહિતની કૃતિઓ રજુ કરી હતી.
આ તકે આર.કે.યુનિવર્સિટીના આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થી જેદ ઘોઘારીએ જણાવ્યું હતું કે, તેઓ સ્ટુડન્ટ ઓફ ધ યર બન્યા છે. સ્ટુડન્ટ ઓફ ધ યર બનવા પાછળ તેમના માતા-પિતા તેમજ પરીવારજનો સહિત તેમના શિક્ષકોનો પણ સિંહ ફાળો છે. વિદ્યાર્થીઓની પ્રતિભાઓને પ્લેટફોર્મ મળે તેવા હેતુથી આર.કે.યુનિવર્સિટી દ્વારા ગેલોર-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
અક્ષય કાચાએ જણાવ્યું કે, ભારતભરના ૧૬૦ વિદ્યાર્થીઓમાંથી તેઓને નેશનલ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. તેઓએ કિલયરીકલ એકટીવીટી તથા સ્પોર્ટસ બેઈઝ પર આ એવોર્ડ મેળવ્યો છે. દર વર્ષે આર.કે.યુનિવર્સિટી દ્વારા ગેલોર કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દર વર્ષે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લ્યે છે.
આયેસા અહમદ હસાલીએ જણાવ્યું કે, ગેલોર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટેલેન્ટ એકસ્પોલોર કરવાનો ખુબ જ સારો મોકો મળ્યો છે. આ ઈવેન્ટમાં બીજી ત્રણ કોલેજોને પણ સાથે રાખવામાં આવી છે. આ પ્રોગ્રામમાં ઘણા સોશિયલ ઈસ્યુ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.