તાજેતરમાં પશ્ર્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા રાજકોટ મંડળની મહિલા કર્મીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા આવે તે હેતુથી સેમીનાર યોજાયો હતો. આ વિશે સેમીનારમાં લગભગ ૬૦ મહિલાઓએ ભાગ લીધો હતો.
પશ્ર્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા અર્ચનાગુપ્તાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ સેમીનારમાં મહિલા કર્મીઓની સ્વાસ્થ્ય સંબંધીત જુદા જુ મુદે ચર્ચા કરવામાં આવી હતી.મહિલાઓએ પુછેલા પ્રશ્ર્નોનું સમાધાન ગાયનેક ડો. પૂર્વી અઘેરા દ્વારા કરવામાં આવ્યું હતુ આ ઈન્ટરએકિટવ સેમીનારમાં ભાગ લેનારી દરેક મહિલાને અધ્યક્ષા અર્ચના ગુપ્તાએ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરી હતી.
આ તકે અર્ચના ગુપ્તાએ મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની બીજી અન્ય ઉપયોગી સલાહ આપી હતી તેમજ પોતાના જીવનની દરેક કઠીન પરિસ્થિતિમાં સામનો કરવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો.આ કાર્યક્રમમાં રાજકોટ મંડળની મહિલા સમાજ સેવા સંગઠનની અધ્યક્ષા ભારતી નિનાવે, ઉપાધ્યક્ષ મોનિકા યાદવ, મહિલા સમિતિના મેમ્બર્સ તથા મોટી સંખ્યામાં રેલ પરિવારની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.