સંધીવાના દુ:ખાવાને કારણે કિડની, ફેફસા અને કાર્ડિયોવેસ્કયુલર સિસ્ટમ ઉપર થતી અસરો હાનિકારક
સંધીવા આમ તો ૩૦ થી ૪૦ વર્ષની વયે થતી બિમારી છે. પરંતુ તે લાંબા સમય સુધી પરેશાન કરે છે. રિમેટોઈડ આર્થીરીડસ નામથી ઓળખાતુ સંધીવાને કારણે હાડકાના સાંધામાં ખૂબજ દુ:ખાવો અને જકડાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને સવારના સમયમાં સામાન્ય ગતિવિધિ જેમ કે, બરણીનું ઢાકણું ખોલવું અને તાળુ લગાડવા જેવા સામાન્ય કાર્યો પણ મુશ્કેલ બની છે.
જ્યારે બાળકોમાં સંધીવાની સમસ્યા ઉપજે તેને જુવેનાઈલ ઈન્ફલેમેટરી આર્થીરીડસ કહેવામાં આવે છે. જો સંધીવા જેવી ગંભીર બિમારી અંગે કોઈપણ પ્રાથમિક સારવાર લેવામાં ન આવે તો તે શારિરીક ખામીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેની સાથે સાથે તે કિડની અને ફેફસા સહિત કાર્ડીયોવેસ્કયુલર સીસ્ટમને પણ નુકશાન પહોંચાડે છે.
સંધીવાની સારવાર માટે યોગ તેમજ મેડિટેશન મહત્વના ભૂમિકા ભજવે છે. સંધીવાના દુ:ખાવામાં પેઈન રીલીફ ટેબલેટ લઈ શકાય છે અને બીજો રસ્તો એન્ટી રુમોટીક ડ્રગ્સ છે. જેને ડોકટરની સલાહ બાદ જ લેવામાં આવે છે. મેડિટેશન ઉપરાંત શારિરીક કસરત અને ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ ખુબજ અસરકારક બને છે.
સંધીવાના દર્દીઓએ હેલ્ધી ડાયેટ અને સંતુલીત પોષક તત્ત્વો ધરાવતા ખોરાક લેવા જોઈએ. કારણ કે, બહારના અને અસ્વસ્થ ખોરાકનું સેવન તેમજ શારિરીક કસરતના અભાવને કારણે વજન વધારાની સમસ્યા થતી હોય છે. જેને લીધે દવાઓમાં વધારો થાય અને સંધીવાની સમસ્યા તો ઉભીને ઉભી. સંધીવાના દર્દીઓને મોટાભાગે વજન વધારાની સમસ્યા રહેતી હોય છે ત્યારે તેના પર નિયંત્રણ કરવું ખૂબજ જરૂરી છે.
સામાન્ય રીતે રોગ કે બિમારીઓમાં જનરલ ડોકટરની સલાહ લઈ શકાય પરંતુ સંધીવાના દુ:ખાવા માટે રિમેટોલોજીસ્ટ સીવાય કોઈ અન્ય ડોકટરો પાસેથી સારવાર લેવી જોઈએ નહીં. પરંતુ ભારતમાં રિમેટોલોજીસ્ટની સમસ્યા ખૂબજ ઓછી છે. ભારતની જન સંખ્યા પ્રમાણે આપણે ૧૦ હજાર રિમેટોલોજીસ્ટની આવશ્યકતા છે તેની સામે ભારતમાં માત્ર ૧૩૦૦ જેટલા જ રિમેટોલોજીસ્ટ એકસ્પર્ટો છે. સામાન્ય ગણાતા સાંધાના દુ:ખાવા ટૂંક સમયની અંદર વિકરાળ સ્વરૂપ ધરી લેતા હોય છે.
જેને કારણે દર્દીનું આયુષ્ય ઘટવાની શકયતાઓ વધી જતી હોય છે. તેનું કારણ છે કે, સંધીવા જેવા રોગ કિડની, ફેફસા જેવા શરીરના મહત્વના અંગોને અસર કરે છે. જેમ દર્દીની ઉંમર વધવા લાગે છે તેમ તેના શરીરમાં રકત પ્રસારની જે પ્રક્રિયા છે તે જટીલ બનતી જાય છે.
માત્ર પગના ઘૂંટણમાં જ નહીં હાથના કાંડા, ઘુંટણ, પગના જોઈન્ટ, કોણી જેવા આડકાના જોડાણમાં દુ:ખાવો થવાની તકલીફ રહેતી હોય છે. સંધીવા જેવા દુ:ખાવાની સારવારમાં વિલંબ ન કરવો ન જોઈએ. બેલેન્સ ડાયેટ અને યોગ્ય દવાઓ દ્વારા તેની સારવાર શકય બને છે. તમને સાંધાના દુ:ખાવા વખતે કેટલાક પ્રકારના તેલનો ઉપયોગ મસાજ માટે કરી શકો છો પરંતુ સૌપ્રથમ ડોકટરની સલાહ લેવી ખૂબજ જરૂરી છે.