તમામ મસ્જિદોમાં આજે તારાવીની વિશેષ નમાઝ સોમવારે ઈફતાર ૭.૧૪ કલાકે
રમઝાન એ મુસ્લિમ બિરાદરોના અપવાસનો મહિનો છે. તેનો પ્રારંભ આવતીકાલથી થશે. રવિવારના રોજ પહેલુ રોજુ રાખવામાં
આવશે. ગઈકાલે ચાંદ ન દેખાવાના કારણે હવે મુસ્લિમ ધર્મનો પવિત્ર માસ એક દિવસ મોડો શ‚ થશે.
આજરોજ મસ્જિદોમાં તરાવીની વિશેષ નમાઝ પઢવામાં આવશે તથા આવતીકાલે ૨૮મેના રોજ પ્રથમ રોજુ રાખવામાં આવશે એમ જામામસ્જિદના ઈમામ મૌલાના અમજદ અનસ, દાઉદપુર મદરેસાના મૌલાના અમજદ યુવા અંજુમન તેમજ અન્ય મુસ્લિમ આગેવાનો દ્વારા રમઝાન મહિનાનો પ્રારંભ ૨૮મીથી થશે તેમ જણાવવામાં આવ્યું હતું. આવતીકાલે સવારે અલસુબહ ૩:૫૪ થી રોજાનો પ્રારંભ થશે અને સાંજે ૭:૧૪ કલાકે ઈફતાર થશે આ પ્રકારે પ્રથમ રોજુ ૧૫:૨૦ કલાકનું થશે.
મુસ્લિમ ધર્મમાં રમઝાન માસનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે રમઝાન મહિનો બરકત આપનાર હોય છે.
જેના દ્વારા જન્નતના દ્વાર ખુલે છે. આ મહિનાની ઈમાદતનું ફળ અન્ય મહિનાની તુલનામાં વધારે હોય છે. સાચા મનથી ઈબાદત કરવાથી માણસના ગુનાઓ માફ થઈ જાય છે. ૨૮મેના રોજ ઈફતાર ૭:૧૪ કલાકે ૨૯ મેના રોજ સહરીખત્મ સવારે ૩:૫૩ કલાકે થશે.આજે
પવિત્ર માસ રમઝાનનો પ્રારંભ થતાની સાથે જ ધાર્મિક વાતાવરણ વચ્ચે મુસ્લિમ બિરાદરો રોઝાની તૈયારીઓ શ‚ કરી દીધી છે. આજે ચાંદ દેખાશે તો આવતીકાલે પ્રથમ રોઝુ થશે.