અખિલ ભારતીય વિઘાર્થી પરિષદ ઇ.સ. ૧૯૪૯ થી વિઘાર્થીઓના હીત અને ઘડતર માટે વિવિધ રચનાત્મક અને આંદોલનત્મક કાર્યક્રમો કરતું રહે છે. એબીવીપી નું માનવું છે કે જે વિઘાર્થીઓ રિ-એસેસમેન્ટ કરાવે છે. અને તેમાં પાસ થાય છે તેવા વિઘાર્થીઓને ન્યાયિક રીતે રિ-એસેસમેન્ટની ફી પરત કરવી જોઇએ.
ગુજરાતની અન્ય ઘણી યુનિવર્સિટીઓમાં આ રીતે ફી પરત કરવામાં આવે છે. તો એબીવીપીની માગણી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આ રીતે વિઘાર્થીઓને ફી પરત કરવામાં આવે. આ માંગણી તાત્કાલીક સ્વીકારવામાં આવે અન્યથા આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ એબીવીપી દ્વારા આપવામાં આવશ તેમ અંતમાં જણાવાયું છે.