સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૩૩૯ કામો માટે માંગવામાં આવેલી રકમમાં ૭૦ ટકાની જ ફાળવણી
સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં અલગ અલગ ૩૩૯ પ્રકારના વિકાસ કામો માટે રાજકોટ મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે રૂ.૪૬.૬૨ કરોડની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૩૨.૬૩ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકા દ્વારા અલગ અલગ ૩૩૯ કામો માટે સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રાજકોટને રૂ.૪૬.૬૨ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગણી રાજ્ય સરકાર પાસે કરવામાં આવી હતી. જે અન્વયે ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા ૭૦ ટકા રકમ અર્થાત ૩૨.૬૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે રકમ ડ્રેનેજ પેવીંગ બ્લોક અને રસ્તા કામો માટે વપરાશે.