આઈઈટીઈ રાજકોટ સેન્ટર દ્વારા મહિલા દિનની ઉજવણી નિમિતે
આઈ.ઈ.ટી.ઈ.રાજકોટ સેન્ટર દ્વારા વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણીના ભાગ‚પે મહિલાઓ માટે કોમ્પ્યુટર અવેરનેશ તથા ડિજિટલ ટ્રાન્ઝેકશન વિષય ઉપર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આસિસ્ટન્ટ પ્રો.જતીન સાવલિયા દ્વારા કોમ્પ્યુટર અવેરનેશ વિષય ઉપર વિસ્તૃતમાં માહિતી આપવામાં આવેલ હતી તથા ડો.રવિરાજ વાઘેલા, આસિસ્ટન્ટ પ્રો. એમ. સી. ડિપાર્ટમેન્ટ આર. કે. યુનિવર્સિટી રાજકોટ દ્વારા ડિજીટલ ટ્રાન્ઝેકશન વિષય ઉપર સરળ ભાષામાં લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા ઓનલાઈન પેમેન્ટ તથા મની ટ્રાન્સફર વિશે માહિતગાર કરવામાં આવેલ હતા.
]બે દિવસીય વર્કશોપમાં ભાગ લીધલ તમામ મહિલાઓને આઈ. ઈ. ટી. ઈ. રાજકોટ સેન્ટર દ્વારા સર્ટીફીકેટ તથા ગીફટ પણ આપવામાં આવેલ હતા. સંસ્થાના સેક્રેટરી ડો.રાહુલ મહેતા અને મેમ્બર એસ.એમ.સચદે દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવેલ. આભારવિધિ, ટ્રેઝરર ડો.અતુલ ગોસાઈ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બ્રિજેશ દેવાણીએ સંભાળેલ. મહિલાઓના પ્રતિનિધિ તરીકે અમીબેન ધોડકિયા દ્વારા પ્રતિભાવ આપતા જણાવેલ કે આ વર્કશોપ સાચા અર્થમાં મહિલાઓને કોમ્પ્યુટર અવેરનેશ તથા ડીજીટલ ટ્રાન્ઝેકશન વિશેની જાગૃતિ અંગે બહુ જ ઉપયોગી થશે.