ડુંગર તળેટી , આણંદપુર રોડ , મેઇન બજારમાં આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકોને સુચના આપી માતાજી જવાનો રસ્તો વનવે કરાવાતા ટ્રાફિક સમસ્યા ઘણી હળવી બની
ચોટીલા માં નવનિયુક્ત પોલીસ અધિકારીએ શહેર ની ડુંગર તળેટી , આણંદપુર રોડ,મેઇન બજાર,ટાવર રોડ સહિત અન્ય વિસ્તારો માં આડેધડ થયેલ વાહન પાર્કીંગો,ગેર કાયદે દબાણો દુર કરાવી શહેર ના નગરજનો માટે વર્ષોથી માથા નો દુખાવો બની ગયેલ ટ્રાફિક સમસ્યા હલ કરવાની પ્રસંશનીય કામગીરી શરૂ કરતા નગરજનો માં ખુબ જ રાહત સાથે હર્ષ ની લાગણી ફેલાઇ છે.
ચોટીલા માં તાજેતર માં જ નિમણુંક પામેલ પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.નકુમે ચાર્જ સંભાળતા ની સાથે જ ખાસ કરી ને ચામુંડા માતાજી ડુંગર તળેટી રોડ ઉપર આવેલ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી ના સ્મારક ની ફરતા થઇ ગયેલા ગેર કાયદે દબાણો.સહિત ની સમસ્યા દુર કરવાની કામગીરી શરૂ કરી હતી.
તેવી જ રીતે ચામુંડા માતાજી ડુંગર તરફ દર્શને જવાના મુખ્ય રસ્તા ને વનવે કરતા છેક ચામુંડા ચાર રસ્તા થી પગથીયા સુધી ના રસ્તા પર ટ્રાફિક ભાર હળવો થતા યાત્રિકો ને મોટી રાહત મળી છે.તેવી જ રીતે ચોટીલા ના આણંદપુર રોડ , મેઇન બજાર , ટાવર રોડ , થાનરોડ , બસ સ્ટેન્ડ રોડ ઉપર પણ આડેધડ વાહન પાર્કીંગો અને ગેર કાયદે દબાણો દુર કરાવવાની કામગીરી શરૂ કરતા ચોટીલા ના નગરજનો , વિવિધ સંસ્થાઓ ના હોદેદારો તથા અન્યોએ પી.આઇ.કે.ડી.નકુમ ને વર્ષો જુની આ સમસ્યા દુર કરવા માટે અભિનંદન નો ધોધ વરસાવ્યો હતો.
“હાઇવે ઉપર બેનરો મુકવામાં આવશે: પી.આઇ.નકુમ
આ અંગે ચોટીલા ના પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.નકુમે અબતક ના પત્રકાર ને એક ઇન્ટરવ્યુ દરમ્યાન જણાંવ્યું હતું કે ચોટીલા ના હાઇવે પર રોડ ની બન્ને બાજુ અહીં વાહનો ઉભા રાખવા નહીં તેવા બેનરો મુકવામાં આવશે અને તળેટી માં મેઘાણી સ્મારક પાસે લોકો અને વેપારીઓ ના સહકાર થી બાકડા મુકી ફુવારો ચાલુ કરાવી હેલોઝન લાઇટ સહિત ની રોશની પણ કરવામાં આવશે.