કેરીબજાર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ગોપાલ સંપ્રદાયના પૂ. રામ ઉત્તમકુમાર મુનિ ઠાણા-૮, ખંભાતના પૂ. જિતેન્દ્રમુનિ મ.સા., ઠાણા-૩, ગોંડલના પૂ. ધીરજમુનિ મ.સા., અજરામરના પૂ. ચૈત્યમુનિ, મ.સા. ઠાણા-ર એમ ૧૪ સંતો તથા પૂ. પ્રતિમાબાઇ મ.સ, પૂ. પૂર્ણિતાજી મ.સ. ઠાણા-૧૯, ગોંડલના પૂ. નયનાજી મ.સ. ઠાણા-૩ સહીત ચતુર્વિધ સંઘના મિલનથી અનેરો ધર્મોત્સાહ છવાયો હતો.
સંઘ પ્રમુખ જગદીશભાઇ શાહે સ્વાગત કરેલ આજના કાળમાં માનવ જીવનને સફળ બનાવવા નો આરગ્યુમેન્ટ નો ઓબ્જેકશનનો એડવાઇઝ અર્થાત વાતે વાતે દલીલ ન કરો, સારા કાર્યમાં વાંધો કે વિરોધ ન કરો. જેને તેને, જયાં ત્યાં શીખામણ ન આપો, પંચમ કાળમાં સાધુ સંતોની વૈયાવરણ જ સમાધિ આપનાર છે. તેમ પૂ. ધીરજમુનિજીએ જણાવેલ.
જયારે પૂ. રાજવીર્યમુનિજીએ ૬૫ વર્ષે દીક્ષાના ભાવ કેમ જાગ્યા તે જણાવી સહુને પુરુષાર્થી બનવા કહેલ પૂ. જિતેન્દ્રમુનિજીએ વૈયાવચ્ચના કાર્યમાં ઉદાર બનવા અપીલ કરેલ. પૂ. રામ ઉત્તમકુમાર મુનિજીએ જણાવેલ કે સં૫્રદાય સંઘ સમાજ પછી પહેલા સહુ જિનશાસનના છીએ. તેવો ભાવ જગાવો. મુનિરાજ ધીરજમુનિ મહારાજના શચ્ચાદાન અર્થાત ઉપાશ્રય, વિહાર ધામ, પાટ, પાટલા વગેરેના કાર્ય શાસન માટે છે. જે સહુને અનુકરણીય બને તો બેડો પાર થઇ જાય
આજે સરદાર સંઘમાં પધારતા શાનદાર સ્વાગત સામૈયામાં સાફાધારી ભાઇઓ, કળશધારી બહેનો જોડાયા હતા. ગીતોની રમઝટથી મુખ્ય માર્ગ ગુંજતા કરેલ.સરદાર સંઘમાં જીવદયા કળશનો લાભ ઉપકાર પરિવારવાળાએ લીધેલ. અનુમોદના કૂપનમાં સરોજબેન જશુભાઇ દોશી (રોનક) એ પૂર્તિ કરેલ. જવકારશીનો લાભ રસીલાબેન એચ. શાહ અને રાજુભાઇ કેસ્ટ્રોલવાળાએ લીધેલ.કાલે સવારે ૮.૪૫ થી સમુહ ૩૩૩ ભકતામર સંકલ્પ જાપ અને ૯.૧૫ થી ૧૦.૧૫ પ્રવચન બાદ અતિથિ ભવનનો ઉદધાટને ઉત્સવ યોજાશે.