પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઈ બારને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવાના નિર્ણયને પડકારતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આજે હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કર્યો છે.
ખનીજ ચોરી કેસની સેશન્સ કોર્ટમાં ફરીવાર સુનાવણી થશે. સજા પરનો સ્ટે હટી જતા બારડની મુશ્કેલી વધી છે. આ પહેલાં ભગવાન બારડે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી 2 વર્ષ 9 માસની સજા સામે વેરાવળ સેશન્સે કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં નીચલી કોર્ટે ફટકારેલી સજાના અમલ પર સ્ટે આપ્યો હતો.
વાત કરવામાં આવે તો1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.