સોમનાથ દાદાના સાનિધ્યમાં ૫૦ થી ૬૦ હજાર ચાહકો ઉપસ્થિત રહેશે; કોર્પોરેટર વિજયભાઈ વાંકની સાથે સમર્થકો ‘અબતક’ના આંગણે
ઘણા સમયથી સરકાર દ્વારા આહિર સમાજપર થતા અન્યાય સામે આગામી તા. ૧૭ ને રવિવારના રોજ સોમનાથ વેરાવળ ખાતે સોમનાથ દાદાના સાનિધ્યમાં આહિર સમાજનું શકિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ આહિર સમાજને તા.૧૭ના રોજ સવારે ૯ વાગ્યે વિર દેવાયતબાપૂ બોદરની પ્રતિમા પાસે, મવડી ચોકડી ખાતે રાજકોટ આહિર સમાજને આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
ઘણા સમયથી આહિર સમાજ ઉપર થતા અન્યાય જેમ કે યુવા ધારાસભ્ય અમરીશભાઈ ડેર, તેમજ ચારથી વધારે અન્ય પોલીસ કર્મચારીભાઈઓની વિના કારણે બદલી તેમજ રાજકોટ મ.ન.પામાં શાસકપક્ષના કોર્પોરેટર દ્વારા અભદ્ર ભાષામાં આહિર જ્ઞાતિ પ્રત્યેની ટીપ્પણી અને હાલમાં જ આપણા સમાજના સોરઠના સિંહ સ્વ. જશુભાઈ બારડના નાનાભાઈ ભગાભાઈ બારડ વિરૂધ્ધ પક્ષપાતી વલણ દાખવી હાલ રાજકીય દબાણ હેઠળ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરેલ છે. ત્યારે આપણા સમાજ ઉપર થતા વારંવાર અન્યાયની સામે જો આપણે જુકી ગયા તો આવનારા દિવસો આપણા સમાજ માટે ખૂબજ કઠીન અને મુશ્કેલી ભર્યા હશે.
આગામી દિવસોમાં કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ આપણા આહિર સમાજ વિ‚ધ્ધ હશે તો આહિર સમાજ તેને યાદવોની જૂની પરંપરા મુજબ જવાબ આપશે, કારણ કે આહિર સમાજે દિકરાનું દાન દઈને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.આહિર સમાજનું નામ ઉજળુ કરનાર જશૂબાપા બારડના ભાઈ ભગવાનભાઈ બારડનું સસ્પેન્શન જો રદ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારત રાષ્ટ્રના યાદવ સમાજ દ્વારા સરકાર વિરૂધ્ધ મતદાન કરવા પાછી પાની નહી કરે, શકિત સંમેલનનાં સમર્થનમાં સમસ્ત ચાહકોને ઉમટી પડવાહાકલ કરાઈ છે.
પૂ. વિર દેવયતબાપુને ફૂલહાર કરી ૯.૩૦ વાગ્યે સોમનાથ ખાતે રવાના થઈ શું સંમેલનને સફળ બનાવવા કોર્પોરેટર વિજયભાઈ વાંક, હેમંતભાઈ લોખીલ, વિક્રમભાઈ બોરીચા, જયપ્રકાશભાઈ કાનગડ, રામભાઈ હેરભા, નિલેશભાઈ મા‚, સુરેશભાઈ ગેરૈયા, રવિભાઈ ડાંગર, દિલીપભાઈ પડેશા, ધર્મેશભાઈ વાળા, ખોડુભાઈ સેગલીયા, સુરજભા, ડેર, હિરેનભાઈ ખીમાણીયા, અજીતભાઈ વાંક, ભરતભાઈ મડીયા,પ્રભાતભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર અને દિવ્યેશભાઈ બારડ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.