ભાજપે રાષ્ટ્રવાદના નામે સૈનિક બનાવવા માટે ફોર્મ બહાર પાડ્યા છે. પરંતુ આ ફોર્મમાં જ્ઞાતિવાદ એટલે કે ભાજપ સૈનિક બનનાર વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે તેનો ઉલ્લેખ કરવો ફરજીયાત છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોની ચૂંટણી માટે ભાજપે સૈનિક બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ફોર્મમાં SC/ST/OBC/Others જેવા વિકલ્પો સાથેનું એક ખાનું આપવામાં આવ્યું છે.
આ ફોર્મમાં ભાજપ સૈનિક બનવા માગતા વ્યક્તિએ પોતાની જ્ઞાતિ લખવી ફરજીયાત છે. જેમાં ભાજપે પોતાનું સૂત્ર ‘ના જ્ઞાતિવાદના પ્રાંતવાદ માત્ર રાષ્ટ્રવાદ’નો ઉલ્લેખ કર્યો છે. આ ફોર્મ જોતાં ભાજપ રાષ્ટ્રવાદની માત્ર વાતો કરતી હોવાનું બહાર આવ્યું છે. ગાંધીજી-સરદારનો ઉલ્લેખ અને જ્ઞાતિવાદને ઉત્તેજનતેમજ ફોર્મમાં સંકલ્પ કરાવવામાં આવે છે કે, ”હું ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાનું સમર્થન કરું છું અને ગુજરાતને મહાત્માગાંધી, પંડિત દીનદયાલજી અને સરદાર પટેલના ચીંધેલા પ્રગતિનાપથ પર લઈ જવા માટે સંકલ્પબદ્ધ છું.” આમ ભાજપ એક તરફ રાષ્ટ્રવાદ, ગાંધીજી અને સરદારની વિચારધારાને અનુસરતા હોવાની વાતો કરે છે. બીજી તરફ જ્ઞાતિવાદને ઉત્તેજન આપે છે.