સૌરાષ્ટ્ર, ગુજરાત અને દ.ગુજરાતમાં અણુ આધારીત રિયેકટરો ઉભા થવાની શકયતા
ભારત-અમેરિકા વચ્ચે અણુ સમજૂતીને વધુ સુદ્રઢ બનાવવા લાંબા સમયથી પ્રયાસો હાથ ધરવામાં આવતા હતા. જેને લાંબા સમય બાદ જાણે સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. ભારત-અમેરિકા એમ બન્ને દેશોના સંયુકત ભાગીદારીથી ભારતમાં અણુ આધારિત છ પાવર રિયેકટરો બનાવવા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અણુ શક્તિનો સલામત અને વિનયપૂર્વકના ઉપયોગની મર્યાદામાં રહી અણુ કાર્યક્રમો આગળ વધારવા ભારત અને અમેરિકાએ હસ્તાક્ષર કરી વધુ વિસ્તૃત બનાવી અમેરિકાના સહયોગથી ભારત દેશમાં છ અણુ મથકો ઉભા કરવાનું નકકી કરાયું હોવાનું સામે આવ્યું છે. ભારત અમેરિકાની ચર્ચા બાદ સંયુકત રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. સંયુકત નિવેદનમાં જણાવાયું હતું કે, વિદેશ સચિવ કક્ષાની દ્વિપક્ષીય મંત્રણામાં વિજય ગોખલે અને અમેરિકાના વિદેશ સચિવ વચ્ચે અણુ રિયેકટરોને લઈ આખો દિવસ મંત્રણા ચાલી હતી. પીટબર્ગ ખાતે કાર્યરત વોશિંગ્ટન હાઉસે એવો સંકેત આપ્યો છે.
અણુ રિયેકટરો મુખ્યત્વે દરિયા કિનારા સાઈડ ઉભા કરાતા હોય છે. પરંતુ ભારતમાં જે છ ન્યુકલીયર રિયેકટરો ઉભા કરવાની વાત સામે આવી રહી છે તેમાં ખાસ અનેકવિધ સલામતીની સાવચેતી રાખવી પડશે કારણ કે જાપાનમાં અણુ રિયેકટરમાં લીકેજ થતાં ગભરાહટ અને અફરા-તફરીની સ્થિતિનું સર્જન થયું હતું જે ભારતમાં ન થાય તે માટે અનેકવિધ પ્રયત્નો અને સાવચેતીના પગલા હાથ ધરાશે.
મુખ્યત્વે વાત કરવામાં આવે તો અણુ રિયેકટર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દ.ગુજરાતમાં સ્થાપિત થાય તો નવાઈ નહીં. તેમાં પણ સવિશેષ ભાવનગર અને પીપાવાવનો પણ સમાવેશ થઈ શકે છે. આ અગાઉ કેનેડીયન કંપની બ્રુકફીલને આ પ્રોજેકટ માટે પસંદ કરવામાં આવી હતી. ટેકનોલોજી અને સંપૂર્ણ પાવર પ્લાન્ટના બાંધકામ અને રિયેકટરના નિર્માણ માટે કરવામાં આવેલા કરારો ફરીથી બનાવવામાં આવશે.
અમેરિકા-ભારત એનએસજી ગ્રુપમાં સામેલ કરવા ખુબજ પ્રયત્નશીલ છે કારણ કે ભારતને આ દરજ્જો ચીન વિરુધ્ધ પડી રહી છે. ચીનની માંગ છે કે, ભારતને એનએસજી ગ્રુપમાં સામેલ ન કરી શકાય ત્યારે ભારત તેની અણુ શક્તિનો ઉપયોગ સંહારક હથિયારોના નિર્માણના બદલે વિકાસ અને ટેકનોલોજીની ઉપલબ્ધી અને વિજળી ઉત્પાદન કૃષિ વિકાસ ઔદ્યોગીક ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્ર માટે ઉપયોગ કરશે તેવી પણ વાત સામે આવી રહી છે.
અમેરિકા ભારત સાથે અણુ સંધીથી જોડાયેલુ છે ત્યારે આ પ્રસંગે ભારત-અમેરિકા વચ્ચે અણુ કાર્યક્રમો વધુ વિસ્તરણ માટે શકયતાઓ અને અનેકવિધ પ્રકારની ચર્ચા-વિચારણા થઈ રહી છે. ભારતના અધિક સચિવ ઈન્દ્રમણી પાંડે અને અમેરિકાના નાયબ સચિવ આ અંગેની વધુ વિસ્તારમાં ચર્ચા કરી હતી.