કસાબ બ્રિજ તરીકે જાણીતો બિસ્માર પુલ ગઈકાલે સાંજે તુટી પડતા સર્જાય હતી કરૂણાંતિકા
મુંબઈના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મીનલ અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશનને જોડતો ફૂટ ઓવરબ્રીજ અચાનક ધરાશાયી થવાની ઘટનામાં ૩ મહિલાઓ સહિત છના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. જયારે ૩૪ને નાની મોટી ઈજા થઈ છે. તમામ ઘવાયેલાઓને તાત્કાલીક નજીકનાં દવાખાનાઓમાં ઘસેડી બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફુટ ઓવરબ્રીજની આ દુર્ઘટના બાદ મુંબઈ પોલીસે ટવીટ સંદેશામાં જણાવ્યું હતુ કે છત્રપતિ શિવાજી ટર્મીનલ પ્લેટફોર્મ નં.૧ના ઉતર ભાગની બીટીલેનને જોડતા ભાગે ધરાશાયી થવાની ઘટનામાં ઘવાયેલાઓને તાત્કાલીક હોસ્પિટલે ખસેડવાની કામગીરી ભીડભાડવાળા રસ્તાથક્ષ લઈ જવાને બદલે તાત્કાલીક વૈકલ્પિક વિસ્તારોમાંથી તમામને સમયનો વ્યય અટકાવ્યો હતો. મૃતકોમાં અપૂર્વ પ્રભુ ૩૫, રંજનાતાંબે ૪૦, ભકિતસિંદે ૪૦, જાહિદ સિરાજખાન ૩૨ અને ટી.સિંહ ૩૫ ઓળખાયા હોવાનું પોલીસ પ્રવકતા મંજુનાથ સિંગે જણાવ્યું હતુ.
પ્રભુ અને તાંબે જીટી હોસ્પિટલનાં સ્ટાફ મેમ્બર હોવાનું જણાવાયું હતુ. મોહનકયા ગુડેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. અંધેરીમાં આઠ મહિના અગાઉ તુટી પડેલા બ્રીઝમાં ૫ના જીવ ગયાની દુઘૅટના બાદ ગઈકાલે છનો ભોગ લેતી આ ક‚ણાંતીકા સર્જાય હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે મૃતકોને અને ભોગ બનનારના પરિવારને ૫ લશખની સહાય અને તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચના કરી ૪૦ વર્ષ જુના આ પુલ તુટી પડવાની ઘટનામાં તપાસના આદેશો જારી કર્યા છે.
ઘવાયેલાઓને ૫૦ હજારની સહાય અને સારવારનો તમામ ખર્ચ સરકાર આપશે આ દુર્ઘટનામાં કસુરવારોને આકરી સજાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે મે આ દુર્ઘટના માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપી દીધા છે. આ ઘટનાએ શહેરમાં કાર્યરત તમામ ઓવરબ્રીઝની સ્થિતિ પર સવાલ ઉભા કરી દીધા છે.
દુર્ઘટના બાદ તાત્કાલીક ૪૫ સભ્યોની બચાવ રાહત ટુકડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી. દુર્ઘટનામાં નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું હતુ કે સવારનાં પહોરમાં પૂલના કેટલાક કામનું સમારકામ ચાલતુ હતુ ત્યારે ભારે અવરજવર વચ્ચે પૂલના કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો કેટલાક વાહનો કાટમાળ નીચે આવી જતા ઘવાયેલાઓની સંખ્યા વધી છે.
દુર્ઘટનામાં સહેજ બચી ગયેલા ટેક્ષી ડ્રાઈવરે કહ્યું હતુકે પુલ ધરાશાયી થયો ત્યારે રેડસીગ્નલ હોવાથી મોટાભાગના વાહનો રોકાયેલા હોવાથી દુર્ઘટનાથી સહેજ ઉગરી ગયા હતા. શિવસેના સાંસદે અરવિંદ સાંવતે આ દુર્ઘટનાને કમનસીબ ગણાવી જર્જરીત પૂલોની સમીક્ષા કરીને તાત્કાલીક રીપેર કરાવવાની અને જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરી હતી. તેવી જ રીતે ભાજપના ધારાસભ્ય રાજપુરોહીતે ઘટના સ્થળની મુલાકાત લઈ ધરાશાયી થયેલા પુલને સલામત જાહરે કરનાર એન્જીનીયર સામે પગલા લેવાનું અને પુલની હાલત જર્જરીત હોવા છતા તેને સબસલામત હોવાનું જણાવનાર એન્જીનીયરની તાત્કાલીક ધરપકડની માંગ કરી છે.