સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ જિલ્લા હોદ્દેદારોની વરણી ૨૦મી માર્ચના રોજ ઇશ્વરીયા મહાદેવ મંદિર રાજકોટ ખાતે યોજાશે. જેમાં વિવાદો થતાં આ અંગે નિર્ણય કરવા હાઇપાવર કમિટિની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી ડી.જી. મહેતા ચેરમેન પદે, કમિટિમાં સભ્યપદે મૂળશંકરભાઇ તેરૈયા, એચ.એલ. અજાણી, દિલીપભાઇ દવે, જીતુભાઇ મહેતા, છેલશંકરભાઇ જોશી, પરેશભાઇ જોશીની વરણી કરવામાં આવી છે.
જૂનાગઢ મૂકામે હાઇપાવર કમિટીની મીટિંગ મળેલી હતી જેમાં સર્વાનુમતે થયેલ નિર્ણય અનુસાર રોજ થયેલી કાર્યવાહી ગેરબંધારણીય હોય તેથી તેને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર માહિતી આપવા માટે આજે ઇશ્વરીયા મહાદેવ મંદિર ખાતે સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પત્રકાર પરિષદની માહિતી આપતા આગામી બે વર્ષ માટે રાજકોટ જિલ્લાના પ્રમુખ, મંત્રી તેમજ કારોબારીના બે સભ્યોની વરણી કરવા માટે પાંચ નીરિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં અનિલભાઇ મહેતા (મોરબી), ભૂપતભાઇ પંડ્યા (મોરબી), મૂળશંકરભાઇ તેરૈયા (અમરેલી), ડી.જી. મહેતા (અમરેલી), છેલભાઇ જોશી (ગીર-સોમનાથ)નો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોને ચૂંટણી જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને મતદાન ગણતરી આગામી ૨૩ જૂન ૨૦૧૯ના રોજ કરવામાં આવશે. ચૂંટણી સંબંધીત વધુ કોઇ માહિતી માટે ડી.જી. મહેતા, ચૂંટણી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.