દ્વારકા ખાતે વાડોકોઈ કરાટે ડો એસોસિએશન દ્વારા ૮મી ગુજરાત રાજય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી આશરે ૨૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટના ૧૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
જેમાં પિપરોતર સુશીલ, ઘોડાસરા નંદન, હાપલીયા ભવ્ય, બાંભણીયા મંથન, દર્જિ આયુષ, પશાયા મલ્કેશ, નારણિયા વાલજી, રામાણી દિપ, દુધાગરા ભર્ગ તથા કાતા-કુમિતે અલગ-અલગ વેઈટ કેટેગરીમાં મેડલ મેળવેલ છે. રાજકોટ ડિસ્ટ્રીકટ કરાટે કોચ સચિન ચૌહાણ દ્વારા છેલ્લા છ મહિનાથી સતત બાળકોને કરાટે પ્રેકટીસ કરાવી આ પરીણામ અપાવ્યું છે તે બદલ ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસિએશનના ચીફ સેન્સેઈ પ્રવિણ ચૌહાણે અભિનંદન પાઠવેલ છે.