આગામી સમયમાં લોકસભા ચુંટણી આવી રહી છે ત્યારે પાર્ટીના સંગઠનનો વ્યાપ વધે તે માટે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હારૂન શાહમદાર, મહામંત્રી યાકુબ પઠાણ, વાહીદ સમા એ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે વિચાર-વિર્મશ કરી શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે હુસેન માંડરીયા, ફીરોઝ ડેલા અને મંત્રી તરીકે ઈબ્રાહીમ સોનીની વરણી કરવામાં આવી હતી.
આ વરણીને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફતભાઈ સલોત, પ્રમુખ હારૂનભાઈ શાહમદારે જણાવ્યું હતું કે, આગામી ચુંટણીમાં લઘુમતી સમાજ ભારતીય જનતા પાર્ટીના સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને સાર્થક કરતા ભાજપને ભવ્ય બહુમતીથી જીતાડવામાં સહયોગ આપે. આમ આ વરણીને મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.