સારવાર લેવા આવતા દર્દીઓ રાહત અનુભવશે
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના જયંત ઠાકર, રાજીવ ઘેલાણી, નરોતમભાઈ ડોબરીયા, ભરતભાઈ ડાભીની યાદી જણાવે છે કે, અગાઉ ઉનાળામાં સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ વિઝિટ લીધેલ અનેક દર્દીઓનાં વિવિધ પ્રશ્નો અંગે જાણકારી મેળવી.
જેમાં તે ઈમરજન્સી વોર્ડ રૂમમાં જુના પંખા અને વ્યવસ્થિત કાર્યરત ન હોતા જાણતા હતા ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાને રોગી કલ્યાણ સમિતિએ પંખાઓ કાઢી એ.સી. ફીટ કરવા રજૂઆતો કરેલ હતી જેના સંદર્ભે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પોતાની ગ્રાન્ટમાંથી આ ઈમરજન્સી વિભાગ વોર્ડમાં તેની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી.
એ.સી. અંગેની ગ્રાન્ટ એક માસ થયા મંજૂર થયેલ ત્યારબાદ એ.સી. ખરીદી પ્રક્રિયા હાથ ધરેલ અને અંતે અગાઉ પંદર દિવસ પહેલા એ.સી.ફીટ કરવા તંત્ર કાર્યરત થયેલ અને આ જૂનો પ્રશ્ન અંતે હલ થયેલ.
વર્તમાન પરિસ્થિતિમાં ઈમરજન્સી વોર્ડ રૂમમાં એ.સી.ફીટ થવા લાગ્યા છે.
ઉપરોકત પ્રશ્ને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાને રોગી કલ્યાણ સમિતિનાં કાઉન્સેલર જયંત ઠાકર, રાજીવ ઘેલાણી, ભરત ડાભી, નરોતમ ડોબરીયા રજૂઆત કરતા આ પ્રશ્નને અંતે પરિણામ આવેલ અને એસ.ક્ષ. ફીટ કરવાનું કામ શરૂ થયેલ. દર્દીઓમાં ઉત્સાહની લાગણી પ્રવર્તી જણાતી હતી.