ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં ભવ્યાતિભવ્ય સોનલ સદાવ્રત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તમામ સાધર્મિકોને સવારે દાનરત્ના શારદાબેન મોદી તરફથી ચા સાથે નાસ્તો ત્યારબાદ નમસ્કાર મહામંત્રના જાપ તથા ગૂરૂર્દાન ત્યાર પછી જીવન જરૂરીયાતની ૨૧ વસ્તુઓનું વિતરણ કરવામા આવેલ હતુ. નાલંદા તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી સોનલ સદાવ્રત, સોનલ શૈક્ષણીક સહાય, સોનલ સારવાર સહાય સાથે ઝળહળતું જીવદયાનું કાર્ય ચાલી રહેલ છે. દરેક સીઝનને અનુરૂપ જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. દર ૨૦ તારીખે ૧૦ થી ૧૧ ગરીબોને દવા આપવામાં આવે છે. દરરોજ સવારે બે કલાક ઝળહળતું જીવદયાનું કાર્ય ચાલી રહેલ છે.
આ પ્રસંગે અશોકભાઈ દોશી, જયેશભાઈ માવાણી, નિલેશભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ મહેતા, જયેશભાઈ સંઘાણી, પ્રદિપભાઈ માવાણી, પરેશભાઈ દફતરી, રાજીવભાઈ ઘેલાણી, નીતિનભાઈ મહેતા, સોનલ સેવા મંહળ સોનલ સખી મંડળ, સોનલ સેવા ગ્રુપ સોનલ સહાય મંડળ આદી નામી અનામી સર્વેએ ખૂબજ સુંદર સેવા બજાવેલ.
આ પ્રસંગે ગૌરવભાઈ દોશી, પરેશભાઈ ચાવડા, આશિષભાઈ શેઠ, નિલેશભાઈ શેઠ, જયભાઈ વોરા, ચારૂબેન વોરા, હર્ષાબેન દોશી, આદિ સોનલ સેવા ગ્રુપના સભ્યોએ હાજર રહી સુંદર સેવા બજાવી હતી.