સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેકનીકલ ઇવેન્ટસ, વિવિધ સ્પર્ધાઓમાં જોડાશે ૮૦૦ થી વધુ વિઘાર્થીઓ: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટના આંગણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ટેકફેસ્ટ ૨૦૧૯ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત લાભુભાઇ ત્રિવેદી ઇજનેરી કોલેજના પ્રાંગણમાં તા.૧પ અને ૧૬ માર્ચના રોજ ટેકનીકલ ફેસ્ટીવલ ગુરુત્વાકર્ષણ ૨૦૧૯ તેમજ વાર્ષિક મહોત્સવની ઉજવણી થવા જઇ રહી છે. બે દિવસના કાર્યક્રમ અંતર્ગત ટેકનીકલ, નોન ટેકનીકલ, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં વિવિધ ટેકનીકલ ઇવેન્ટ જેવી કે કોડ બ્રેકર, ડેટા ડ્રાફટીંગ, ડેટા ડાયનેમો, જોબ-ઓ-લેથ, ૩ડી બડી, એકટ-ઓ-ઇન્વેસ્ટા, માસ્ટર બિલ્ડર, પઝલ મેનીયા, કલેશ ઓફ બલુન્સ તેમજ નોન ટેકનીકલ ઇવેન્ટસ જેવી કે ડેર કા કુવા, ગલી ક્રિકેટ, સ્નેક કિંગ, વન મીનીટ, જેવી અનેક પ્રકારની સ્પર્ધાઓ રાખવામાં આવી છે. અભ્યાસની સાથે સાથે વિઘાર્થીઓમાં રહેલ કલા કૌશલ્યની ખુબીઓ પારખવા કલ્ચરલ રીધેમેનીયાનું આયોજન પણ કરવામાં આવેલ છે. આવા વિવિધ પ્રકારના ઇજનેરી કૌશલ્ય અને કલા કૌશલ્યના આકર્ષણોની મુલાકાત તેમજ ભાગ લેવા ઇજનેર કોલેજના વિઘાથીઓ તથા જાહેર જનતાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે. ટેકફેસ્ટમાં આશરે ૮૦૦ થી વધુ વિઘાર્થીઓ જોડાશે. ફેસ્ટીવલની શોભા વધારવા ડો. વિજય દેશાણી (વાઇસ ચાન્સલેસર સૌરાષ્ટ્ર યુનિ.) રમેશભાઇ વોરા (સેક્રેટરી જીઆઇડીસી લોધીકા) તેમજ ગૌરાંગ મહેતા (રાજુ એન્જીનીયરીંગ) ખાસ હાજરી આપશે. કાર્યક્રમની સફળતા માટે રાહુલ પરમાર (હેડ ઇલેકટ્રીક ડીપાર્ટમેન્ટ), લ્યુશી બગડાઇ (લાયબ્રેરીયન) વિધિ જાની તથા કાંટેલીયા ડેવલે અતબતક ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.