મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સરકારની જેમ અઘ્યાપકોને ચૂંટણી પ્રક્રિયાથી દુર રાખવાની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોમાં ફરજ બજાવતા અઘ્યાપકોને ચુંટણીની કામગીરીમાંથી મુકત રાખવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અઘ્યાપક મંડળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવાયું હતું કે અઘ્યાપકો યુનિવર્સિટી દ્વારા યોજાતી પરીક્ષાની કામગીરીમાં જોડાયેલા હોય છે.
જુદી જુદી કોલેજોમાં પ્રેકટીકલ પરીક્ષા યોજવાની હોય છે પરીણામે આ સમય દરમીયાન ચુંટણીની કામગીરી કરવાની થાય છે ત્યારે વિઘાર્થીઓના શિક્ષણ ઉપર ખુબ જ અસર થતી હોય છે. વિઘાર્થીઓના શિક્ષણને ઘ્યાનમાં રાખીને તાજેતરમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સરકારે અઘ્યાપકોને ચુંટણીની પ્રક્રિયાઓમાંથી મુકત કર્યા છે.
વધુ સુપ્રીમ કોર્ટે પણ અઘ્યાપકોને ચુંટણી પ્રક્રિયામાં જોડવા નહી તેવો ચુકાદો આપ્યો છે. ત્યારે આ સંદર્ભે અઘ્યાપકોને લોકસભા-૨૦૧૯ ની ચુંટણી પ્રક્રિયામાંથી મુકત કરવામાં આવે તેવી માંગણી છે.