મોબાઈલ અને રોકડ મળી રૂ.૭૮ હજારનો મુદામાલ કબ્જે
શહેરનાં સંતકબીર રોડ પર આવેલ નંદુબાગ સોસાયટી ભગીરથ સોસાયટીમાં અને સદરમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૧૫ શખ્સોની પોલીસે ધરપકડ કરી, મોબાઈલ સહિત રૂ. ૭૮ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં સંતકબીર રોડ પર આવેલી નંદુબાગ સોસાયટીમાં રહતે ભરત પોપટના મકાનમાં જુગારરમાતો હોવાની બાતમી બી ડીવીઝન પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડી જુગટુ રમતા ભરત મંગળદાસ પોપટ, રેલનગર શ્રીનાથજી પાર્ક શેરી નં.૨ના અભીરાજસિંહ અજીતસિંહ ઝાલા, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા મફતીયાપરાના લાલજી દેવાભાઈ દાદરેચા, મનુ જીવાભાઈ સાલાણી, કનકનગરની બાજુમા આવેલા સંજયનગર શેરી નં.૧ના રાયધનભાઈ ઉકાભાઈ મારૂ અને નંદુબાગ સોસાયટીના બાલુભા ઉમેદસિંહ જાડેજા નામના શખ્સોને ઝડપી લઈ બી ડીવીઝન પીએસઆઈ એમ.એફ. ડામોર, એ.એસ.આઈ.એસ.ડી. પાદરીયા હેડ કોન્સ્ટેબલ વીરમભાઈ ધગલ, હરપાલસિંહ વાઘેલા, મનોજભાઈ મકવાણા, કેતનભાઈ નીકોલાએ કિરણભાઈ પરમાર સહિતના સ્ટાફે પટમાંથી રૂ.૧૧,૯૦૦ની રોકડ જપ્ત કરી છે. જયારે બીજો દરોડો સંતકબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટી શેરી નં. ૯માં રહેતા અરવિંદ ડેડાણીયાના મકાનમાં પાડી મકાન માલીક અરવિંદ રૂપાભાઈ ડેડાણીયા, વિશાલ ખીમાભાઈ બેલડીયા પોપટપરા શેરી નં. ૧૩ના નીલેષ હંસરાજભાઈ નાનાણી, સંતકબર રોડ પર આવેલા ગોકુલનગર શેરી નં.૧ના પ્રફુલ્લાબેન વિનોદભાઈ મેવાડા, રાજારામ સોસાયટી શેરી નં. ૬ના રમાબેન રસીકભાઈ ગઢીયા અને ભગીરથ સોસાયટીના મીનાબેન ચૂનીલાલ દેશાણી નામના શખ્સોને ઝડપી બી ડીવી. પીએસઆઈ એમ.એફ. ડામોર અને હેડ કોન્સ્ટેબલ વી.જે.ધગલ સહિતના સ્ટાફે રૂ.૧૦૧૫૦ની રોકડ જપ્ત કરી છે. તેમજ સદરમાં દેવ મોબાઈલની દુકાન નજીક જાહેરમાં ઓનલાઈન જુગાર રમતા જંકશન કો.ઓ. સોસાયટી શેરી નં. ૮ના નિરજ ભરતભાઈ તલરેજા, કાલાવડ રોડ પર આવેલા રંગીલાપાર્કના ગૌતમ કિરીટભાઈ શિંગાળા અને બજરંગવાડી સર્કલ નજીક આર.કે.રેસીડેન્સીના દર્પણ જયસુખભાઈ પુજારાને ઝડપી લઈ ક્રાઈમ બ્રાંચે ત્રણ મોબાઈલ અને રોકડ રૂ.૩૩૧૦ મળી ૫૬ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપીઆએ બજરંગવાડીના સરફરાજ ઉર્ફે રાજુ દલવાણી પાસે આઈડી બનાવી જુગાર રમતા હોવાની કબુલાત આપતા સરફરાજની શોધખોળ હાથ ધરી છે.