આજે ‘નો સ્મોકીંગ ડે’
ધુમ્રપાન કરનારાની સરખામણીએ તેનો ધુંમાડો લેનારાને વધુ નુકસાન
“ધુમ્રપાન સેહત કે લીયે હાનિકારક હે આ પ્રકારના બોર્ડ કે હોર્ડિંગ્સ જે જગ્યાએ લગાવ્યા હોય ત્યાં જઈને જ લોકો બીડી સળગાવતા અચકાતા નથી. કહેવાય છે કે, તમાકુના ખેતરને રખેવાળની જરૂરત પડતી નથી કારણ કે તેને ગધેડા પણ સુંઘતા નથી તો માણસો શા માટે એજ તમાકુ અને તેનાથી બનતી સિગરેટના આધીન થઈ ચૂકયા છે. આજની યુવા પેઢી શો ઓફ અને સ્ટેટસ સિમ્બોલ દ્વારા દેખાવો કરવા માટે ટીનેજમાં જ દમ મારતા નજરે પડે છે. આજે ધુમ્રપાન નિષેધ દિન નિમિત્તે આ પ્રકારના વ્યસનોથી છુટકારો તો મેળવવો મુશ્કેલ છે પરંતુ ધીમે ધુમે આ કુટેવને ઓછી તો કરી શકાય. ૧૯૮૪માં સૌપ્રથમ વખત ધુમ્રપાન નિષેધ દિવસ તરીકે ૧૩ માર્ચના રોજ લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુથી આ દિવસનું આયોજન કરવામાં આવતું હતું. આજે લોકો મોતના સામાન સમાન સિગરેટ, તંબાકુ જેવી વસ્તુઓ શોખથી ખિસ્સામાં લઈને ફરે છે. માત્ર ગુજરાતમાં જ ગુટકા, તંબાકુના વ્યસન ધારીઓ નથી પરંતુ વિશ્વભરના લોકો ધુમ્રપાનને શોખનો વિષય માને છે.
જયારે તંબાકુ બળે છે ત્યારે તેની વરાળ શ્વાસમાં લઈ ધુમ્રપાન કરવામાં આવે છે. જો કે ધુમ્રપાન કરવામાં આવનારો સામાન ખુબજ સામાન્ય પદાર્થ છે પરંતુ તેના કૃષિ પદાર્થમાં ઘણી વખત મિશ્રણ કરવામાં આવે છે ત્યારબાદ પિરોલીડઝ નામના પદાર્થનો ઉમેરો કરવામાં આવે છે.
પરિણામ સ્વરૂપે વરાળને શ્વાસમાં લેતી વખતે કસ દ્વારા ફેફસામાં સિગરેટના સક્રિય પદાર્થો પ્રવેશે છે. આ પદાર્થોના કારણે નસના છેડાના હિસ્સાના પદાર્થમાં રસાયણોનો ઉથલો આવે છે. જેને લઈ હૃદયના ધબકારાનું દર, યાદ શક્તિ, સતર્કતા જેવી પ્રતિક્રિયામાં ફેરફારો આવે છે.
ઘણા બંધાણીઓ કિશોરાવસ્થા તેમજ પુખ્તવયના પ્રારંભે ધુમ્રપાનનો પ્રારંભ કરતા હોય છે. સામાન્ય રીતે પ્રારંભીક તબકકામાં ધુમ્રપાનથી આનંદની લાગણી અનુભવે છે પરંતુ ત્યારબાદ ધુમ્રપાન ફેફસાને જ નહીં પરંતુ માણસને રાખ કરી દે છે. ધુમ્રપાન છોડવાની વ્યક્તિની જો તૈયારી હોય તો જ માત્ર તે આ વ્યસનથી છુટકારો મેળવી શકે છે. આજના લોકોને ધુમ્રપાનથી થતાં રોગો અને ખતરાની પુરેપુરી માહિતી હોવા છતાં તેઓ પોતાની આદતોથી બાજ આવતા નથી. સિગરેટના પેકિંગ ઉપર જ ચિત્રો અને તેનાથી થતાં નુકશાનીની માહિતી હોવા છતાં બંધાણીઓને તેના વગર ચાલતુ નથી. તંબાકુમાં નિકોટીનની માત્રા હોય છે જે શરીરની ધ્યાનેન્દ્રીય શક્તિને નિર્બળ બનાવી દે છે. સિગરેટનો ધુમાડો લગાતાર નાકમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને કારણે નાકના પાતળા પડદા ઉપર તેની ખરાબ અસર થાય છે. આ સાથે જ નાકની સુગંધ અને દુર્ગંધ પારખવાની શક્તિ મંદ પડી જવાની સાથે આંખોની દ્રષ્ટીને પણ નિકોટીનની ઝેરી અસર થાય છે. સામાન્ય રીતે ધુમ્રપાન કરનારા લોકોની પાચનક્રિયા પણ નબળી પડી છે. એક પાઉન્ડ તમાકુમાં નિકોટીન નામના ઝેરમાં આલ્કેલોઈડની માત્રા ૨૨ ગ્રામ હોય છે. જેની માત્ર ૬ મીલીગ્રામ માત્રા ૩ મીનીટની અંદર શ્વાનનો જીવ લઈ શકે છે. હવે માત્ર એટલુ વિચારો કે ધુમ્રપાન ખરેખર છોડવું છે કે નહીં. તંબાકુ ભારતમાં કેવલ બીડી સિગરેટ નહીં પરંતુ જર્દા-તંબાકુ, છીંકણી, હુંકા જેવા રૂપોમાં પ્રચલીત છે.
તમારે ધુમ્રપાન છોડવું છે?
lધુમ્રપાન છોડવાની તૈયારી જે તે વ્યક્તિમાં હોવી ખૂબજ જરૂરી છે
lબીડી, તંબાકુ બંધ કરવા ધુમ્રપાન કરનારા લોકોથી દૂર રહો
lકુટુંબીજનોનો હકારાત્મક સહકાર અને સલાહ તમારો જીવ તારવી શકે છે
lધુમ્રપાનથી થતાં રોગો અને બીમારીઓની જાણ અને જાગૃતતા હોવી જોઈએ
lધુમ્રપાન છોડવા તેના વિકલ્પ તરીકે નિકોટીન ચ્યુઈંગમ, નિકોટીન પેચનો ઉપયોગ ડોકટર પ્રિસ્ક્રીપશન બાદ કરી શકો છો. કેટલાક લોકોએ ધાર્મિક રૂઢીઓ દરમિયાન ધુપ દ્રવ્ય બાળ્યું હતું. ત્યારબાદ આનંદ તેમજ સામાજીક સાધન તરીકે ધુમ્રપાનને વેગ મળ્યો.