સંજય દત્ત અને રવિના ટંડનની કેજીએફ-૨માં એન્ટ્રી થવાના એંધાણ
કોલાર ગોલ્ડ ફિલ્મ કેજીએફના નામે પ્રચલીત થયેલી કન્નડ ફિલ્મે દેશભરના લોકોનું દિલ જીત્યુ ત્યારથી જ કેજીએફ મોસ્ટ અવેઈટેડ ફિલ્મ બની હતી. રીલીઝ થયાના ૨ મહિના સુધી ચાલનારી આ ફિલ્મ બ્લોક બ્લસ્ટર પર સુપર-ડુપર હિટ રહી હતી. તેલગુની સાથે હિન્દી અને મલ્યાલમાં પણ આ ફિલ્મ રીલીઝ થઈ હતી. કન્નડ સ્ટાર યશે આ ફિલ્મમાં રોકીનો રોલ બખુબી નિભાવ્યો હતો. જયારે ફિલ્મી અભિનેત્રી તરીકે શ્રીનીધિ શેટ્ટીએ ફરજ બજાવી હતી.
બેંગ્લોરમાં આજથી આ ફિલ્મની સીકવલ કેજીએફ ચેપ્ટર-૨નું શુટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કેજીએફ પાર્ટ-૧ કન્નડની પહેલી એવી ફિલ્મ બની જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં ૧૦૦ કરોડનો વેપલો કર્યો હોય. ફિલ્મમાં કયાં સીતારાઓ રહેશે તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. એકટર સંજય દત્ત, રવિના ટંડન મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે.
આ ફિલ્મને શાહરૂખ ખાનના ફિલ્મ ઝીરો સાથે જ એન્ટ્રી કરી હતી છતાં કન્નડ ફિલ્મે દેશભરના લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. પ્રશાંત નિલ દિગ્દર્શીત ફિલ્મનું પ્રોડકશન વિજય કિરગંદુરે કર્યું તો સંગીત રવિ બશરૂર અને તનિષ્ક બાગચીએ આપ્યું હતું. ફિલ્મ એકશન, થ્રીલર અને ડ્રામાથી ભરપુર રહી હતી. પાંચ થી પણ વધુ ભાષામાં આ ફિલ્મ રીલીઝ થઈ. ફિલ્મની વાર્તા રોકી નામના યુવક પર આધારિત છે જે પુરી દુનિયામાં રાજ કરવા માંગે છે. રોકી આમ તો બદમાશ છે પરંતુ તેના માટે પૈસા જ તેનો ભગવાન છે. ફિલ્મના ટ્વીસ્ટ અને જબ્બરદસ્ત કલાઈમેકસને કારણે ચેપ્ટર-૧માં દર્શકો છેલ્લે સુધી મનોરંજન મેળવે તેવી રચના કરવામાં આવી હતી.
મોટાભાગના લોકોએ આ ફિલ્મને થિયેટરમાં જોવા જવાનું વધુ પસંદ કર્યું હતું. કેજીએફ ચેપ્ટર-૧ ફિલ્મ આવતાની સાથે જ લોકોએ તેની બીજી સિકવલ ચેપ્ટર-૨ની વાટ જોવાનું શરૂ કર્યું હતું. આજથી આ ફિલ્મનું બેંગ્લોર ખાતેથી શુટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી સિકવલ પણ દર્શકોને ખૂબજ ગમશે અને લોકોની જે આતુરતા છે તે સંતોષાશે તેવી આશા સાથે આ ફિલ્મનું શુટિંગ થઈ ર્હ્યું છે. બાકી તો ફિલ્મ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.