રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જેતપૂર શહેરમાં રેલવે ઓવરબ્રીજ,અન્ડરબ્રીજ બનાવવાના કામને તેમજ સરદાર ચોકથી તત્કાલ હનુમાન ચોકડી હાઈવે સુધી સી.સી.રોડ બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવેલ છે.
જેતપૂર શહેરમાં ઉકત રેલવે ઓવરબ્રીજ , અન્ડરબ્રીજ બનાવવાના કામો માટે રૂ.૨૪.૭૨ કરોડની રકમની રાજય સરકાર પાસે દરખાસ્ત કરવામા આવેલ જે અંતર્ગત રાજય સરકાર દ્વારા યુડીપી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રકમ જેતપૂર નગરપાલીકાને ફાળવવામાં આવેલ છે.
તેમજ જેતપૂર શહેરમાં સરદાર ચોકથી તત્કાલ હનુમાન ચોકડી હાઈવે સુધીના સીસીરોડ માટે સરકાર દ્વારા રૂ.૮.૨૦ કરોડની રકમ વર્ષ ૨૦૧૮-૧૯ ની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર કરી જેતપૂર નગરપાલીકાને ઉકત રકમની ગ્રાંટ ફાળવણી કરવા માટે સંબંધીત પ્રાદેશિક કમિશ્નર, નગરપાલીકાઓનાં હવાલે મૂકવામાં આવી છે.
વિઠ્ઠલભાઈ રાદડીયાના વિકાસના અભિગમને આગળ વધારતા યુવા મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત રહી કરાયેલ અથાક પ્રયત્નોના પરિણામે રાજય સરકાર દ્વારા એલ.સી.નં. ૬૧ ઉપર અન્ડરબ્રીજના કામ જેની અંદાજીત ખર્ચની રકમ રૂ.૪.૬૪ કરોડ તથા જેતપૂર બાયપાસ રોડ મીસીંગ લીંક ઉપર રેલવે ઓવરબ્રીજ રૂ.૨૨.૫૩ કરોડ એમ કુલ મળી રૂ. ૨૪.૭૨ કરોડના ખર્ચે બનનાર રેલવે ઓવરબ્રીજ તથા અન્ડરબ્રીજના બાંધકામ માટે રાજય સરકાર દ્વારા સહાય મંજૂર કરી જેતપનૂર નગરપાલીકાના હવાલે મૂકવામાં આવેલ છે. અને રાજય સરકાર દ્વારા જેતપૂર નગરપાલીકા ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સીસી રોડના કામ માટે રૂ. ૮.૨૦ કરોડની રકમ ફાળવી જેતપૂર શહેરના નાગરીકોને આ સુખાકારીની ભેટ આપવામાં આવી છે. એમ જયેશભાઈ રાદડીયાની યાદીમાં જણાવેલ હતુ.