માળીયા હાટીનામાં ગરીબોનાં બાળકોને પાયાનું જ્ઞાન આપવા નિ:શુલ્ક ટયુશન
રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા માળીયા હાટીનામાં ગ્રામ વિકાસને સંલગ્ન જુદા જુદા કાર્યક્રમો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે એજયુ. સપોર્ટ પ્રોગ્રામ કાર્યરત છે.
જેનો મુખ્ય હેતુ ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને પ્રવૃત્તિ દ્વારા ટુંકા સમય પાયાનું શિક્ષણ મળી રહે માળીયાના જશાપર વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં બાળકોને ફ્રી ટયુશન કલાસ દ્વારા પાયાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જેમાં માળીયાના ૧૨૦ જેટલા બાળકો અને તેમના વાલીઓ જોડાયેલા છે.
ઉપરાંત બાળકો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ તેમજ જ્ઞાન સાથે ગમ્મતના ખ્યાલ સાથે બલમેળા અને બળપહાલ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં જુદી જુદી શાળાઓને ૨૦૦૦ વિદ્યાર્થીઓ ભાગ લઈ ચૂકયા છે.