કેએસપીસી દ્વારા બોડી લેગ્વેજ વિષયે માર્ગદર્શક વાર્તાલાય યોજાયો
કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી.ના સહયોગથી તાજેતરમાં બાનવ હોલ ખાતે નેશનલ એન્ડ પ્રાઇમ ટ્રેનર, જેસીઆઇ ઇન્ડીયા ભરત દુદકીયાનો બોડી લેગ્વેજ એ વિષયે માર્ગદર્શન વાર્તાલાપ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમમાં પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહીતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે તથા મંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા ભરત દુદકીયાનું પુષ્ણગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતો.
કાર્યક્રમના મુખ્ય વકતા ભરત દુદકીયાએ જણાવેલ હતું કે જીવનમાં કોઇપણ વસ્તુ એવી નથી કે જે આપણને દુ:ખ આપે દુ:ખ આપણે જો જ ઉભું કરીએ છીએ. વિશ્વના એક સર્વે પ્રમાણે વિશ્વની ૯૦ ટકા મહીલાઓ અને ૧૦ ટકા પુરુષો બોડી લેગ્વેજના માસ્ટર હોય છે. બોડી લેગ્વેજ વિષયની અવેરનેસ ભારતમાં વર્ષ ૨૦૦૦ પછી આવી. માણસ હાથેથી ખોટું લખી શકે, મોઢેથી ખોટું બોલી શકે પરંતુ તેની બોડી લેગ્વેજ કયારેય ખોટું ન બોલે, દરેક કંપનીઓ તેના ઇન્ટરવ્યુમાં બોડી લેગ્વેજને પહેલા મહત્વ આપે છે.
વધુમાં જણાવેલ કે બોડી લેગ્વેજ આપણે શા માટે શીખવી જોઇએ તેના ઘણા બધા કારણો છે. બોડી લેગ્વેજનો અભ્યાસ કર્યા પછી આપણને હાસ્ય આપતી વ્યકિત જુઠાણાવાળુ હાસ્ય છે કે સાચુ હાસ્ય છે તે જાણી શકાય છે. બોડી લેગ્વેજ દ્વારા સામી વ્યકિતને પોઝીટીવ રીતે ઇમ્પ્રેસ કરી શકાય છે. આપણે સામે વાત કરતી વ્યકિતના મોઢાના હાવભાવ પરથી તેના મગજમાં શું રમી રહ્યું છે. તે જાણી શકાય છે. ગુનાહિત પ્રવૃતિઓને શોધી કાઢવા કે ગુનેગારો કરેલ ગુનાની કબુલાતમાં આ વિજ્ઞાન ખુબ જ ઉપયોગી થઇ શકે છે.
કાર્યકમમાં કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદે, ગવનીંગ બોડીના સભ્ય ડો. હિતેષ શુકલ અન્ય સભ્યોમાં સીએ પ્રવીણભાઇ ધોળકીયા, ભરતભાઇ પરસાણા, મનસુખભાઇ જાગાણી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.