પ્રોજેકટ લાઈફ દ્વારા નવનિર્મિત ૮૪મી શાળા મૂળી તાલુકાના વેલાળા ગામે લીલાવંતીબેન મણીલાલ મહેતા પ્રાથમિક શાળાનો લોકાર્પણ મૂખ્ય દાતા યુ.એસ.એ. અને રાજકોટ સ્થિત પ્રીતિબેન તથા ડો. રજનીકાંત મહેતા, દાતા પરિવારના મનસુખલાલ મણીલાલ મહેતા, સુરેન્દ્રનગર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.ડી. સુથાર, ઈન્ડીયન ડ્રગ મેન્યુ. એસો.ના ચેરમેન વિરંચી શાહ, સેક્રેટરી જનરલ શ્રેણીક શાહ કાર્યપાલક ઈજનેર સુરેન્દ્રનગર યુ.એલ દવે, ડો. રાજેન શેઠજી નવસારી શ્રેણીક શાહ, કિશોરભાઈ દોશી, કિરીટભાઈ વસા, જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી પ્રોજેકટ લાઈફ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સંસ્થાના ચીફ વિકાસ ઓફીસર ઋષિકેશ પંડયાએ દાતા પરિચય આપતા જણાવ્યું કે ડો. રજનીકાંત મહેતાએ વેલાળા ગામમાં શાળાનું નવનિર્માણ કરી શાળાનું નામકરણ લીલાવંતીબેન મણીલાલ મહેતા પ્રાથમિક શાળા રાખીને તેમના માતા પિતાને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ છે ઉપરાંત મહેતા પરિવારે પ્રોજેકટ લાઈફની શાળા નિર્માણની શિક્ષણના ઉર્ત્ક્ષની પાયાની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ વેલાળા ગામ ઉપરાંત અન્ય ૨ શાળાઓનાં નવ નિર્માણમાં ઉમદા સહયોગ આપ્યો છે.
સુરેન્દ્રનગર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.ડી.સુથારે પ્રોજેકટ લાઈફ તથા દાતા પરિવારને અભિનંદન આપતા કહ્યું કે શિક્ષણ અને આરોગ્યના ભાગરૂપે આ ગામમાં શાળા નવનિર્માણ થયું છે. આવી સરસ નવનિર્મિત સુરેન્દ્રનગર જિલ્લાના નમુનારૂપ શાળા બન્યા પછી તેની જાળવણીની જવાબદારી ગામલોકો તથા શાળા પરિવારના શિરે છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન નવીનભાઈ ઉદેશાએ કર્યું હતુ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. અંતમાં આભારવિધિ શાળાના શિક્ષક વિષ્ણુભાઈએ કરી હતી.