કાશ્મીરના પુલવામાં ૧૪ ફેબ્રુઆરીના આત્મઘાતી હુમલામાં ૪૦ શહિદોની શહીદતાના મુખ્ય કાવતરા ખોર ચહેરો બેનકાબ કરીને સેનાએ ઇલેકટ્રીશીયન એવા મુદ્દસર અહેમદખાનને ઠાર મારી પુલવામાંમાના આત્મઘાતી હુમલાના મુખ્ય ભોજાબાજને પતાવી દેવાનો સીઆરપીએફએ જાણ કરી કાવતરા ખોરોના ખાત્માના ઓપરેશનમાં મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે.
પુલવામાંમાના પ૦ સૈનિકોની શહીદતા માટે નિમિત આત્મઘાતી હુમલાના મુખ્ય સુત્રધારને ઠાર કરવાના સેના ઓપરેશનમાં પુલવામાં પિંગલીશ વિસ્તારમાં સોમવારે વહેલી સવારે સેનાના ઓપરેશનમાં ર૩ વર્ષનો ઇલેકટ્રીશ્યન મુદ્દસર અહેમદખાન ને ઠાર મારવામાં આવ્યો હતો. અગાઉ ઇલેકેટેશીયન તરીકે કામ કરતો મુદ્દસર તેના સાથીદારો સાથે હથિયારો ઉપાડીને આતંકી બની ગયો હતો. અને તેણે ગયા મહિને થયેલા પુલવામાં આત્મઘાતી હુમલાનું કાવતરું રચ્યું હતું.
ગુપ્તચર વિભાગને માહીતી મળી હતી કે જેશના આશિક નેગરુ, રાજપુરાવાળો પુલવામાં જેવો બીજો હુમલો પિંગ્લીશમાં સુરક્ષા દળો પર કરવાનો કાવતરુ ઘડી રહ્યા છે. તેની સામે સુરક્ષા દળોએ હાથ ધરેલી એન્કાઉન્ટર ની કાર્યવાહીમાં મુદ્દસર અને નેગરુને ઘેરી લેવામાં આવ્યા હતાં.
ગુપ્તચર વિભાગની તપાસમાં પુલવામાં હુમલાોમાં વાપરવામાં આવેલા વિસ્ફોટકો કરાંચીનો રહેવાસી મુફતી અબ્દુલા એ મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. ર૬મી જાન્યુઆરીએ પથ્થરની ખાણો માટેે વાપરવામાં આવતા ટોટા પોલીર રેડે પડયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળના કમાંન્ડર કે.જે.એસ. ધિલ્લોને જણાવ્યું હતું કે અઢાર આતંકવાદીઓમાંથી જૈસના ૧૪ સરગનાઓમાં કમાન્ડર દરજજા ના છ પૈકીના આજે મુદ્દસર કે જે પુલવામાં આતંકવાદી હુમલાનો મુખ્ય સુત્રધાર હતો. તેને પતાવી દેવામાં આવ્યો છે. તેની સાથેનોખાન કે જે પાકિસ્તાની નાગરીક હોવાનો અનુમાન છે કે જે ખાલીદના ઉપનામથી ઓળખાય છે. તેનો પણ ખાતમો કરી દેવામાં આવ્યો છે.
કાશ્મીરના આઇ.જી. સ્વંયમ યાનીએ દાવો કર્યો છે કે પુલવામાનો મુખ્ય સુત્રધાર અંતે ઠાર મરાયો છે. આ ઓપરેશનમાં સી.આર.પી.એફ. પણ સામીલ હોવાનું જણાવી આઇ.જી. મુલ્ફીકોર હસને કહ્યું હતું કે અમે શાંતિના રક્ષક બની ને દેશની સુરક્ષા માટે કોઇને પણ દેશ સામે હથિયાર ઉગામવા નહિ દઇએ, મુદ્દસર અને શાહિદબાબા જેવા ર૧ સભ્યોના જુથે આત્મઘાતી તરીકે તાલીમ લીધી હતી. તેમાં મુદ્દસર પ્રાલના મીર મહોલ્લામાં રહેતો હતો. અને તેણે ૨૦૧૭માં હથિયાર ઉપાડી લીધા હતા. તે મોહમ્મદ ઇલ્યાસનુર સાથે જાન્યુઆરી ૨૦૧૮માં ઘરેથી ભાગી ગયો હતો.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ સોમવારે વહેલી સવારે મોતને ઘાટ ઉતારવામાં આવેલા મુદ્દસરઅહેમદ અને આશીક નેગરા બન્ને યુવાનો ખાસ ટ્રેનીંગ લઇને જમ્મુ-કાશ્મીરમાઁ આતંક મચાવવા સક્રિય હોવાનું સી.આર.પી.એફ. અને ગુપ્તચર વિભાગને ઘ્યાને આવ્યું હતું.
સોમવારે વહેલી સવારે કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં જેસે મોહમ્મદ નો કમાન્ડર એવો ઇલેકટ્રીશીયન કે જે પુલવામાં હુમલાનો મુખ્ય સુત્રધાર હતો. તેને તેના સાગરીત ખાત ઉર્ફે ખાલીદ સાથે ઠાર મારવામાં સફળતા મેળવી છે. બન્ને આતંકીઓ સ્થાનીક યુવાનો તરીકે ઓળખ પામ્યા હતા. અને તેમના વિદેશી સાગરીતોની મદદથી જેસે મોહમ્મદનું નેતૃત્વ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.
ત્રાલના આરજુ બશીર નામના યુવાને અગાઉ આત્મઘાતી હુમલા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ બશીર ફિદાઇન સ્કોર્ડમાંથી છટકવામાં સફળ થયો હતો અને તેના પરિવારે તેને પોલીસ સમક્ષ રજુ કરી દીધો હતો. અને જામીન પર છોડાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આદિલ અહેમદને આ કામ સોંપવામાં આવ્યું હતું. કરાંચીનો મુફતી અબ્દુલ્લા કાશ્મીરના હિરાનગરમાં નેગરુની મદદથી ૧પ થી ૧૭ યુવાનોને આતંકવાદ માટે લાવ્યો હતો. જેમાં હામરાન ઇલ્યાસ ગાઝી અને હિલાલ જેવા લોકોનો સમાવેશ થયેલ હતો. સોમવારે અંતે મહત્વ સૂત્રધારને પચાવી દેવાયો હતો.