ત્રણ વર્ષ પૂર્વે થાણાગાલોલની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી આચયુ કૃત્ય
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે ત્રણ વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસવાી તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારનારા ગુનામાં પકડાયેલા શખ્સને જેતપુરના સ્પેશ્યલ પોકસો જજે ૧૦ વર્ષથી સજા અને ર૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
જેતપુરના થાણાગાલોલ ગામે રહેતો શ્રમિક પરિવાર ગત તા. ૧૫-૨-૧૬ ના રોજ મજુરી કામે ગયો હતો ત્યારે પાડોશમાં રહેતો સાવન ભલા કોળી નામનો શખ્સૃ ૧૬ વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો. આ ફરીયાદ તરુણીના પરિવારજનોએ તા. ર૪-ર-૧૬ ના રોજ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી.
પોલીસ મુળ ગોંડલ ચોરડી ગામનો સાવન ભલા કોળી નામનો શખ્સ ત્રણેક વર્ષ પહેલા થાણાગાલોલ ગામે રહેવા આવ્યો હતો.સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને નસાડી ગયોનું ખુલતા તાલુકા પોલીસે સાવર ભલા કોળીને ઝડપી લઇ સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી.
પોલીસ તપાસ પૂર્ણ તથા સાવર કોળીને જેલ હવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષ અને મુળ ફરીયાદીના એડવોકેટની દલીલ અને દસ્તાવેજી પુરાવાના અંતે સ્પેશ્યલ પ્રોકસો કોર્ટના જજ જયેશ ઠકકરે સાવન કોળીને ૧૦ વર્ષની સજા અને ર૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે એપીપી કેતનભાઇ પંડયા ઉ૫સ્થિત રહ્યા હતા.