રાક્ષસી તાકાત સામેની હકની આ લડતમાં હું વિશ્વની સહાનુભૂતિ ઈચ્છું છું.
દાંડી,
૫-૪-૧૯૩૦ મો.ક.ગાંધી
અમીરથી લઈને ગીબ માણસ માટે અતિ જરૂરી એવા સબરત ગણાતા મીઠા પર અંગ્રેજ હકૂમતે વેરો નાખતા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. આજે દાંડી કૂચનો પ્રારંભ દિવસ છે. મહાત્મા ગાંધીએ ૭૮ સ્વયંસેવકો સાથે શરૂ કરેલી આ ૨૪ દિવસની દાંડીકૂચમાં સ્વયંભૂ જનપ્રવાહ જોડાતો ગયો હતો. ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે હજારો ભારતીયોની હાજરીમાં મૂઠીભર મીઠુ ઉપાડીને સવિનય કાનૂન ભંગ કર્યો હતો. પરંતુ જે ઉદ્દેશ્ય સાથે ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી તે ઉદ્દેશ્યો હજી પણ આ દેશમાં પૂર્ણ થયા ના હોય તેમની દાંડીયાત્રા આજે પર અધુરી છે.
જે સમયે અડધા વિશ્વ પર રાજ કરતા અંગ્રેજોના શાસનમાં કયારેય સુર્યાસ્ત થતો ન હતો. સત્તા માટે અતિક્રુરતા આચરવામાં પણ પાછીપાની ના કરતા અંગ્રેજો સામે ભારતમાં નિષ્ફળ ગયેલા હિંસક બળવા બાદ ગાંધીજીએ અહિંસાના હથિયાર દ્વારા તેમને ઝુકાવ્યા હતા. દાંડીયાત્રા કહેવા માટે તો મીઠાના પર સામેની લડાઈ હતી પરંતુ તેની પાછલના ગાંધીજીનો ઉદ્દેશ્ય અંગ્રેજી શાસનના પાયાને લુણો લગાવવાનો હતો. જેથી જ ગાંધીજીએ દાંડીયાત્રાનાં અંતે સવિનય કાનૂન ભંગ કર્યા બાદ કહ્યું હતુ કે આ ચપટી મીઠા દ્વારા હું અંગ્રેજોના શાસનના પાયાને લુણો લગાવું છું. દાંડીયાત્રા સમયે સંદેશાવ્યવહારના ટાંચા સાધનો હતા. છતા પણ રાષ્ટ્રપિતાની જાહેરાત માત્રથી હજારો ભારતીયો અંગ્રેજ શાસકોના અનેક પ્રયાસો છતાં દાંડીયાત્રામાં સ્વેચ્છાએ જોડાયા હતા.
ગાંધીજીનું સ્વપ્ન દેશમાં ભ્રષ્ટાચાર, ગરીબી, ધર્મભેદભાવ સહિતના તમામ દુર્ગણોથી મૂકત રામરાજય લાવવાનું હતુ. આ રામરાજય લાવવા માટે જ તેમણે અંગ્રેજી હકુમતના જુલમી શાસન સામે અહિંસાની લડાઈ શરૂ કરી હતી. આ લડાઈના એકભાગ રૂપે દાંડીયાત્રા યોજી હતી પરંતુ, આઝાદી મળ્યા બાદ ગાંધીજીનું સ્વપ્નનું રામરાજય માત્ર ગાંધી વિચારોનાં પુસ્તકોમાં રહેવા પામ્યું છે. આજે દેશમાં જે રીતે ભ્રષ્ટાચાર, કોમી તણાવ, વચ્ચે ખાઈ, બેરોજગારી, શહેરીકરણ વગેરે જેવી સમસ્યાઓ વિકરાળ બની છે. આ સમસ્યાઓનાં નિરાકરણ માટે ગાંધીજી જેવા સર્વસ્વીકૃત નેતા હજુ સુધી દેશને મળ્યો નથી ત્યારે એ કહીએ વધારે પડતુ નહી રહે કે ગાંધીની દાંડીયાત્રા આજે પણ અધુરી છે.