ગઠબંધનના રાજકારણમાં ભાજપ સહયોગી પક્ષોને સાચવવાની દોડમાં: સીપીએમ પોતાના ૪૨ મતક્ષેત્રોમાંથી ૨૦ માનીતા મતક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરશે: સીતારામ યૈચુરી
પશ્ચીમ બંગાળમાં ભાજપને કોઈ પણ સંજોગોમાં પગપેસારો ન કરવા કોંગ્રેસ કાર્યરત
લોકસભાની ચુંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ કે જે મુખ્ય પાર્ટી છે તે ગઠબંધન કરવામાં ખુબ જ ઉતાવળે ચાલી રહી છે પરંતુ કોંગ્રેસની સરખામણીમાં જે ગઠબંધનનું ગણિત છે તેમાં ભાજપ અવ્વલ ક્રમે આવ્યું છે અને હાલની સાંપ્રત પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કોંગ્રેસને ગ્રેસીંગમાં પણ ફાફા પડી રહ્યા છે તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે જે રીતે પશ્ચીમ બંગાળમાં સીપીએમ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ત્રિપાંખીયો રીતે ચુંટણી લડવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે સીપીએમનું જે વર્ચસ્વ પશ્ચીમ બંગાળમાં હોવું જોઈએ તે જોવા મળ્યું નથી ત્યારે સીપીએમ અને ડાબોરીયો સાથે કોંગ્રેસ જે ગઠબંધનનું કોઈડુ ઉકેલવા માટે જે રાજકીય સમજુતી માટે પ્રયાસો કર્યા છે તે આવનારા સમયમાં કેટલા અંશે યોગ્ય નિવડશે તે તો આવનારો સમય જ જણાવશે.
વધુમાં વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતાના પુત્રએ પંજાનો સાથ છોડી કમળ ધારણ કર્યું છે એટલે જે રીતે વાત કરવામાં આવી રહી છે કે, ગઠબંધનના ગણિતમાં હાલની સ્થિતિમાં ભાજપ અવ્વલ નંબર પર છે અને કોંગ્રેસને હજી પૂર્ણતહ ગઠબંધન માટે જે સફળતા મળવી જોઈ તે મળી નથી. કહી શકાય કે લોકસભા ચુંટણીનું રણશીંગુ ફુંકાઈ ચુકયું છે ત્યારે આ વચ્ચે પણ દેશના રાજકારણમાં પોતાનો ગજ વગાડવા બંને મુખ્ય હરીફ પક્ષો પ્રાદેશિક પક્ષોની સહયોગતા અને તેની આવશ્યકતા ઉભી થઈ છે જયારે ભાજપ પોતાના હરીફ કોંગ્રેસ સામે જલ્દીથી પ્રાદેશિક સાથીઓની સમજુતી માટે ઉતાવળે પગલે ચાલી રહ્યું છે ત્યારે ચુંટણી પૂર્વે ભાજપના રાજકીય લગ્ન માટે પક્ષ પ્રમુખ અમિત શાહ રાજગોરની ભૂમિકા નિભાવી રહ્યા છે અને એનડીએમાં સામેલ થવા માટે રાજકીય પક્ષોને મનાવવાનું શરૂ કરી દીધું છે. બિહાર, તામિલનાડુ અને અનેકવિધ જગ્યાઓ પર જયાં ભાજપનો બરાબર ગજ વાગતો નથી ત્યાં સહયોગીઓની મદદથી ભાજપ વધુને વધુ બેઠક અંકે કરવા ભાજપ ગંભીર બન્યું છે. એનડીએમાં એઆઈડીએમકે જેવા નાના પક્ષોને પણ ભાજપના ગઠબંધનમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવી ચુકયું છે ત્યારે દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી એટલે બહુજન સમાજ વાદી પાર્ટી મહાગઠબંધન તરફ નજર રાખીને બેઠેલું છે ત્યારે મતોના ધ્રુવીકરણનું રાજકારણ તમામ માટે ચિંતાનો વિષય બની ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે.
તો બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરીઓ પણ ગઠબંધનની દોડમાં કયાંક નુકસાનકારક ગાંઠ ન વળી જાય તે માટે પણ સક્રિય બન્યા છે. પશ્ચીમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ રાજકીય લગ્નમાં પોતાનો તખ્તો ગોઠવ્યો છે ત્યારે કોંગ્રેસ પોતાના સહયોગીઓને સાચવી લેવા માટે ગમે તે બાંધછોડ કરે તેવું જાણવા મળી રહ્યું છે. જયારે પશ્ચીમ બંગાળમાં રાયગંજ અને મુરસીદાબાદ બેઠક પર ઉભી થયેલી વિસંગતતાનો ઉકેલ લાવી સીપીએમ અને ડાબેરીઓ સાથે કોંગ્રેસે આ મહા ગાંઠને ઉકેલવા માટે રાજકીય સમજુતી માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે ત્યારે સીપીએમ કોંગ્રેસ સાથેના ત્રેખડા માટે પશ્ચીમ બંગાળમાં ત્રણેય જુથોએ મન બનાવી લીધું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ લોકસભામાં સૌથી મોટો બીજો પક્ષ છે પરંતુ પશ્ચીમ બંગાળમાં તેની પાસે માત્ર ૪ બેઠકો જ છે ત્યારે છેલ્લી ચુંટણીમાં કોંગ્રેસને અહીં ૯.૫૮ ટકા મત મળ્યા હતા તે ૨૦૦૯ની સરખામણીમાં ૩.૫૮ ટકા ઓછા માનવામાં આવે છે ત્યારે કોંગ્રેસને ૨૦૧૪માં ૨૦૦૯ની સરખામણીમાં ૨ બેઠકો ઓછી જીતી હતી ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ-માકપાનું ગઠબંધન થવાનું છે જયારે રાયગંજ અને મુરસીદાબાદથી પોતાના ઉમેદવારો નહીં ઉતારે કારણકે આ બેઠકો માકપા પાસે રહેલી છે. પ્રદેશ એકમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે, તૃણમૃલના નેતા ફુટ પાડી રહ્યા છે ત્યારે પક્ષ તૃણમુલ સાથે ગઠબંધન ન કરે જેથી કોંગ્રેસનું ગઠબંધન માકપા સાથે સારું સાબિત થાય તે આવનારો સમય જણાવશે.
પશ્ચીમ બંગાળની બેઠકો ઉપર સમજુતીમાં કોંગ્રેસને ૪ અને સીપીએમને ૨ બેઠકોની પારવણી સાથે કુલ ૩૬ બેઠકોની સમજુતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચુંટણીપંચે લોકસભાનું રણશીંગુ ફુંકી દીધું છે ત્યારે પશ્ચીમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે તેના ઉમેદવારોની મંગળવારે જાહેરાત કરવાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે તેમ પણ જાણવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને સીપીએમ પણ આ સમયગાળા દરમિયાન પોતાના પતા ખોલવાના છે. સીપીએમ ૪૨ મત ક્ષેત્રોમાંથી તેના ૨૦ માનીતા મતક્ષેત્રો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે અને બાકીના વિસ્તાર કોંગ્રેસ માટે ખાલી રાખવાનું પણ મન મનાવી ચુકયું છે. સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યૈચુરીએ ભાજપને સતામાં આવતા અટકાવવાના લક્ષ્યની સિદ્ધિ માટે તમામ પ્રકારના વ્યુહ માટેનો નિર્દેશ આપી દીધો છે ત્યારે પશ્ચીમ બંગાળમાં ચર્તુષકોણીય ચુંટણીજંગ ભાજપને ફાયદો અપાવનાર સાબિત થવાથી તૃણમુલ કોંગ્રેસ અને સીપીએમે કોંગ્રેસને મજબુત કરવાનું મન બનાવી લીધું છે ત્યારે પશ્ચીમ બંગાળમાં ૨૦૧૪માં તૃણમુલ કોંગ્રેસ પાસે ૩૪ બેઠકો, કોંગ્રેસ ૪ અને ડાબેરીઓ અને ભાજપ બે-બે બેઠકો જીત્યું હતું.
પશ્ચીમ બંગાળમાં જો કોંગ્રેસ ગઠબંધન માટે સાબિત થશે તો સ્થાનિક રાજકારણમાં એક નવા જ વાતાવરણનો ઉદય થશે. કોંગ્રેસ પશ્ચીમ બંગાળમાં ભાજપને કોઈપણ સંજોગોમાં પગ પેસારો કરવા દેવા માંગતું નથી અને જો પશ્ચીમ બંગાળમાં ડાબેરીઓ સીપીએમ અને કોંગ્રેસની રાજકીય સમજુતી શકય બનશે તો તમામ પક્ષોના એકત્રિકરણથી ભાજપને રોકવાનો માહોલ ઉભો થાય તો પણ નવાઈ નહીં.