હિન્દુ દેશ હોવા છતાં પણ નેપાળમાં વિશાળ પ્રમાણમાં પશુ બલીનું દુષણ વ્યાપ્ત છે. મોટાભાગના મંદીરોમાં અંધશ્રઘ્ધાળુ પ્રજા માનતાના નામ ઉપર પશુ હત્યા કરે છે તેમજ અહીંનો મોટાભાગનો સમાજ પણ માંસાહારી છે. પરંતે હવે નેપાળમાં સ્થાનીક પ્રજા તેમજ વૈશ્ર્વીક જીવદયા સંસ્થાઓની જાગૃતિ અને પ્રચંડ વિરોધને લઇને નેપાળ સરકાર પણ પશુ બીલી અટકાવવાની દિશામાં આગળ વધી છે.
નેપાળના પાટનગર કાઠમંડુ અને ચિત્રકુટ જીલ્લાના નારાયણઘાટ ખાતે યોજાયેલા આતંરરાષ્ટ્રીય અહિંસા શાંતિ સંમેલન માં પણજ્ઞ નેપાળ સરકારના પ્રતિનિધિઓાએ પશુ બલી અટકાવવા કાનુનુ બનાવવા માટે સંમતિ વ્યકત કરી હતી ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે નેપાળમાં આવેલ મહાભયંકર ભૂકંપ દરમ્યાન મુંબઇની વૈશ્ર્વિક જીવદયા જીવદયા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા ખુબ મોટા પ્રમાણમાં રાહત શિબીરોનું આયોજન કરાયું હતું. અને ૧૦૦૦ જેટલા આવાસોનું નિર્માણ પણ સમસ્ત મહાજન દ્વારા કરાયુ હતું.
સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહ, છેલ્લા ઘણા વર્ષોથી નેપાળ ખાતેની સમસ્ત મહાજનની પ્રવૃતિઓનું સુપેર સંકલન કરી રહેલા હીરાલાલ જૈન, દેવેન્દ્ર જૈન, મિલત ખેતાણી, નીતીનભાઇ વોરા, નુતનબેન દેસાઇ, ગીરીશભાઇ સત્રા સહીતના અગ્રણીઓએ એવું વિચાયુૂં કે નેપાળની સ્થાનીક સંસ્થાઓ સ્થાનીક પ્રજાના સહયોગથી નેપાળ પશુ બલી રોકવાની દિશામાં પ્રયત્નો કરવા જોઇએ.
જે અંતર્ગત કૃષ્ણ પ્રણાલી યુવા પરીષદ સહીતની ર૦ જેટલી સ્થાનીક સંસ્થાઓના સથવારે તા.ર અને ૩ માર્ચે ના રોજ નેપાળ ખાતે જ સમસ્ત મહાજજના ઉપક્રમે કાઠમંડુ અને નારાયણઘાટ ખાતે બે મહારેલીનું આયોજન કરાયું જેમા કાઠમંડુ ખાતે ૧પ૦૦ થીપણ વધુ જીવદયા પ્રેમીઓ અને નારાયણ ૭૦૦ જેટલા જીવદયા પ્રેમીઓ સ્વયંભુ જોડાયા હતા.