આજીવન શિક્ષક સ્વ.વિજયભાઇ ધોળકીયાની પુણ્યતિથિએ વિઘાંજલી સમારોહ
સૌરાષ્ટ્ર હાઇસ્કુલનું સતત ત્રીજા વર્ષે અદકેરું આયોજન: ગુજરાતી સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ સીતાંશુ યશચંદ્ર મહેતા વિશેષ ઉ૫સ્થિત રહેશે
રાજકોટ ખાતે નવા કલેવર ધરીને શિક્ષણક્ષેત્રે નવપ્રદાન કરવા કમરકસી રહેલ ૧૧૯ વર્ષ જુની સૌરાષ્ટ્ર હાઇસ્કુલ તેના પાયાના પથ્થર અને સ્વપ્નશીલ્પી નખશિખ શિક્ષક વિજયભાઇ ધોળકીયાની સ્મૃતિને અંજલી આપવા વિદ્યાંજલી સમારોહનું આયોજન કરી રહેલ છે. આ શાળાના ટ્રસ્ટી અને આચાર્ય એવા સ્વ. વિજયભાઇ ધોળકીયાની વિદાયને ર૯ વર્ષ પૂરા થઇ રહ્યા છે.
વિજયભાઇ ધોળકીયાને અંજલી આપવાના ભાગરુપે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ સમાજના વિવિધક્ષેત્રનમાં મૌન રહીને સેવાના માનતા અગ્રણીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ આગામી દિવસોમાં આયોજીત થનાર છે. શિક્ષણ ક્ષેત્રે ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) સાહિત્ય ક્ષેત્રે જાપીતા કધવિ સૌરાષ્ટ્રનું ગૌરવ સંજુ વાળા, સંગીતક્ષેત્રના ભીીષ્મપિતામહ હરીકાંતભાઇ સેવક, નાટયક્ષેત્રે મુઠી ઉંચેરુ નામ કૌશિકભાઇ સિંધવ અને ઉઘોગ ક્ષેત્રે રાજકોટને ગૌરવ અપાવનાર શહેરના જાણીતા ઉઘોગ ઋષિ જગજીવનભાઇ સખીયાનું અદકેરું સન્માન કરી ઋણ સ્વીકાર કરવામાં આવશે.
આ અંગેની માહીતી આપતા સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. નિદતભાઇ બારોટ તેમજ ટ્રસ્ટના પ્રમુખ ડો. ઇલાબેન વછરાજાનીએ વિશેષ માહીતી આપતા જણાવ્યું છે કે વિજયભાઇ ધોળકીયા દ્વારા ૧૯૫૫ થી ૧૯૮૫ સુધી આચાર્ય તરીકે અને ૧૯૮૫ થી ૧૯૯૦ સુધી ટ્રસ્ટના સંવાહક તરીકે સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન થયું. ૧૧૭ વર્ષને સ્પર્શી ગયેલી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા સમાજને ધુરંધર વ્યકિતત્વો પ્રાપ્ત થયા છે.
દસમી માર્ચ ૧૯૯૦ ના રોજ ૬૩ વર્ષની ઉંમરે તેઓએ અચાનક વિદાય લીધી તે સમયે શહેરે તેના શિક્ષક પુત્રને શ્રઘ્ધાંજલી આપવા માટે રાજકોટ બંધ પાળ્યો હતો તે એક નોંધનીય ઘટના છે. શિક્ષક અને શિક્ષણ આદરનો વિષય છે તેવું વિજયભાઇએ સમાજમાં પ્રસ્થાપિત કયુૃ હતું.
આ અંગેની વિશેષ માહીતી આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ દોશી તેમજ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિઘાજલી સમારોમાં માત્ર કોઇ કાર્યક્રમ કરીને સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ સંતોષ માનતું નથી. પરંતુ રાજકોટના એવા વિરલ વ્યકિતત્વો કે જેઓ સમાજના વિવિધ ક્ષેત્રોમાં મુક પ્રદાન કરી રહ્યા છે.
શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું જીવન સમર્પિત કરનાર અને હજારો વિઘાર્થીઓના ઘડવૈયા, રાજકોટમાં સેલ્ફ ફાયનાન્સ શાળાઓના યુગની સામે સંઘર્ષ કરીને અનુદાનિત શાળાઓને ટકાવનાર, શિક્ષણમાં સતત પ્રવૃત રાજકોટની અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સક્રિય રહેનાર ડો. અલ્પાબેન ત્રિવેદી (હેલીબેન) એ રાજકોટનું ખરા અર્થમાં ગૌરવ છે. ત્યારે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ અલ્પનાબેનનું સન્માન કરી કૃતણતા વ્યકત કરશે.
આગામી દિવસોમાં રાજકોટના લબ્ધપ્રતિષ્ઠિત નાગરીકોની ઉ૫સ્થિતિમાં ઉપરોકત પાંચ મહાનુભાવોને સન્માનીત કરવામાં આવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ ગુજરાત સાહીત્ય એકાદમીના અઘ્યક્ષ ડો. સીતાંષુ યશચંદ્ર મહેતા વિશેષ ઉ૫સ્થિત રહેશે.
આ ઉપરાંત શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ વિશેષ ઉ૫સ્થિત રહેશે. આગામી દિવસોમાં યોજાનાર આ કાર્યક્રમને સંંપૂર્ણ વ્યવસ્થા સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ટ્રસ્ટના પ્રમુખ ડો. ઇલાબેન છછરાજાની મેનેજીંગ ટસ્ટી ડો. નિદત બારોટ, ટ્રસ્ટી મુકેશભા દોશી, ડો. હરદેવસિંહ જાડેજા, ઇન્દુભાઇ વોરા અને જયંતભાઇ દેસાઇ જોઇ રહેલ છે.