ચાર દિવસીય વાર્ષિક બેઠકનું સમાપન: આફ્રિકાના વિકાસ માટે કૃષિ ક્ષેત્ર દ્વાર વિશ્ર્વ સમક્ષ ખુલ્લા મુકાયા
આફ્રિકા ખંડના સર્વાંગી વિકાસ માટે કૃષિ ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્રની જેમ વિશ્વ સમક્ષ ખુલ્લુ મુકવાની ભલામણ આફ્રિકન ડેવલપમેન્ટ બેંક (એએફડીબી)એ કરી છે. બાવનમી વાર્ષિક સભાની ચાર દિવસીય બેઠકના સમાપન પ્રસંગે બેંકના પ્રેસિડેન્ટ અકીવુમી આદેસિનાએ પ્રમ વખત આફ્રિકાના દેશો સિવાય ભારતમાં અને તેમાંય ગાંધીજીના ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવેલી મહત્વની બેઠકને સફળ ગણાવી હતી અને ગુજરાતની મહેમાનગતીના બે મોડે વખાણ કર્યા હતા. આ બેઠકને ૨૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકી હતી.
પત્રકાર પરિષદને સંબોધતાં પ્રેસિડેન્ટ અકીવુમી આદેસિનાએ જણાવ્યું કે, ચાર દિવસમાં અમે કૃષિ, ખાદ્યન્ન સલામતી, ઊર્જા, વ્યાપાર અને ઉદ્યોગમાં રોકાણો જેવા મુદ્દાઓ ઉપરાંત ભારત સોના સંબંધોને વધારે મજબૂત કરવા જેવી બાબતો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી છે. અમારી વાર્ષિક બેઠકમાં કૃષિને વધારે લાભપ્રદ બનાવવા, યુવાનો અને મહિલાઓને તેમાં પ્રોત્સાહિત કરવા, ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણ માટે આકર્ષવા અને ભારત સોની ભાગીદારીમાં વધારો કરવા જેવા મહત્વના મુદ્દા પર અમે વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિને એક વ્યવસાય તરીકે અપનાવવો પડે તો જ તેના કી મોટા પ્રમાણમાં રોજગારી પેદા ઇ શકે, અનાજની આયાત ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો ાય અને આ રીતે આફ્રિકાના ર્અતંત્રને ચેતનવંતુ કરી શકાય, તેમ તેઓ સ્પષ્ટપણે માને છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે સંકેત આપ્યો કે, આફ્રિકામાં ખાનગી ક્ષેત્રને પણ મોટા પાયે પ્રોત્સાહિત કરવામાં આવશે. ભારતનો કૃષિમાં નવીન ટેકનોલોજી, યોજનાઓ ઉપરાંત સોલાર એનર્જી જેવા ક્ષેત્રોમાં મેળવેલી સફળતાનો લાભ આફ્રિકા ચોક્કસ મેળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની ચાર દિવસીય વાર્ષિક બેઠકમાં આફ્રિકન દેશોના ફિલ્મ સિતારા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શકો પણ ઉપસ્તિ રહી પોતાના દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા ફિલ્મ ઉદ્યોગ પણ તૈયાર છે તેવી હૈયાધારણા આપી હતી.
બેઠકના બીજા દિવસે નાઇજીરિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ (નોલીવુડ) અને બોલીવુડની હસ્તીઓ ઉપસ્તિ રહેતાં બેઠક ઘણી ગ્લેમરસ બની હતી. લીવુડ મિટ્સ બોલીવુડ અંગેના એક પેનલ ડિસ્કશનમાં નાઇજીરિયાની પ્રખ્યાત અભિનેત્રી ઓમતોલા જલાબે ઇન્કીન્ડે ઉપરાંત નિર્માતા, નિર્દેશક અને અભિનેત્રી ઓમાની ઓબોલી, ડો. વિક્ટર ડ્લેડોહીન ઉપરાંત રેખા રાના, પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કુમાર રાજ વગેરે ઉપસ્તિ રહ્યા હતા. આ પેનલ ડિસ્કશનમાં તમામ સેલિબ્રિટિએ એક સૂરમાં ફિલ્મ ઉદ્યોગને આફ્રિકાના કૃષિ વિકાસ, ખેડૂત અને ખેતીની વાત કરવાનો ચાન્સ આપો ! તેવી કરી હતી. આ તમામ પેનલીસ્ટોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, ભારતે પણ આઝાદી પછી તેના ફિલ્મ ઉદ્યોગ કી જ સમાજમાં કૃષિ, જળ અને અન્ય સામાજિક મુદ્દાઓ પર સંદેશો પ્રસરાવ્યો હતો. આ તબક્કે મનોજકુમારની જાણીતી ફિલ્મ ઉપકારના પ્રચલિત ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલેને લલકારાયું હતું. જેમાં છુપાયેલા સંદેશાની ચચર્ા ઇ હતી.
એક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને બેંક તા ફાયનાન્સિયલ સેક્ટર, સરકારની હકારાત્મક નીતિઓ અ્ને હકારાત્મ અભિગમી ફિલ્મ પણ એક પોઝેટિવ ડેવલપમેન્ટ માટે કોમ્યુનિકેશનનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. ફિલ્મી ખેડૂત અને ખેતીના વિકાસની વાત કરવી જરૂરી છે કેમ કે ખોરાક માનવીની પ્રામિક જરૂરિયાત છે. આફ્રિકાના પ્રતિનિધિઓએ અનાજનો બગાડ નહીં કરવાની અપીલ દોહરાવી હતી.