સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા અલૌકિક વેરાઈ માતાજીના ભવ્ય મંદિર દિવ્યધામનું ભૂમિપૂજન કરાયું હતું.આ દિવ્યધામનું ભૂમિપૂજન ૬૪ જોગણીઓની ઉપસ્થિતિમાં અને દિવ્યધામ ખાતે ઉપસ્થિત બધા પરિવારજનો દ્વારા મહા આરતી કરીને સોના ચાંદી તેમજ અન્ય ધાતુ માંથી બનાવેલ ત્રિકમ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અને આ મહોત્સવમાં પરિવારજનો તેમજ ભાવિકો જોડાયા હતા.આ મહોત્સવ ઉપક્રમે ૨૫૦૦ થી વધારે પરિવારજનોએ વ્યસન મુકિતના સંકલ્પ કર્યા હતા.આગામી સમયમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.આ મંદિર ૬૦૦૦૦ ચોરસફૂટમાં ૧૧૧૧૧૧ ધનચોરસ ફૂટ સંગેમરમર પથ્થરનો વપરાશ થશે. આ મંદિરના પ્રદીક્ષણા પથ પર ૫૧ શકિત પીઠના દર્શન, કલાત્મક પ્રવેશદ્વાર, કલાત્મક મંડપ હશે.આ મહોત્સવને સફળ બનાવવા માટે સમસ્ત વઘાસીયા પરિવારના પરિવારજનો જોડાયા હતા.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…