શ્વાને સાતમાં માળે ચડીને દર્દીના પત્નીને બચકુ ભરી લીધું: સિકયુરીટીએ માત્ર તમાસો નિહાળ્યો
જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં શ્વાનો ધુસી જાય છે. અને સાતમાં માળે પહોંચી લોકોને બચકા ભરે છે તેમ છતાં હોસ્પિટલ તંત્રને ઘ્યાને આવતું નથી. સિકયુરીટી સજજ કરવામાં આવી છે પરંતુ શ્વાનો ધુસી જાય છે. તે દેખાતું નથી. ત્યારે રવિવારના રોજ સાતમાં માળે દર્દીના સગાને બચકુ ભરી લેતા સારવાર આપવામાં આવી હતી.
વિસાવદર રહેતા કીંજલબેન કીશોરભાઇ નામની મહીલાના પતિ સીવીલ હોસ્પિટલના સાતમાં માળે આંખ વિભાગમાં દાખલ હોય અને કીંજલબેન વોર્ડમાંથી બહાર નીકળતા જ કુતરાએ બચકુ ભરી લીધું હતું જેને લઇને કીંજલબેનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કરોડોના ખર્ચે બનેલી આઠ માળની સીવીલ હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે પરંતુ હોસ્પિલ તંત્રની બેદરકારની સાથે આળસુ પ્રકૃતિની હોય તેવું હોસ્પિલ મુકાલાતીઓને લાગી રહ્યું છે આ મામલે સત્વરે હોસ્પિટલના જવાબદાર પગાલ લે તેવી પ્રબળ લોક માંગ ઉઠાવ પામી છે.