રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ સહિતના કોંગી દિગ્ગજો રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં ૫૮ વર્ષના લાંબા અંતરાળ બાદ આવતીકાલે અમદાવાદ ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આવતીકાલથી પોતાની રાજકીય કારકિર્દીનો સતાવાર આરંભ કરશે તેઓ કાલે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસનો પંજો પકડી લેશે.

કાલે અમદાવાદ સ્થિત સાંઈબાગ ખાતે આવેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ વડાપ્રધાન, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સહિત ૭૦થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. વર્કિંગ કમિટીની બેઠક બાદ અડાલજ ખાતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જનસંકલ્પ રેલીને સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.